Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    • Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    • Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી
    • શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં
    • Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ભારત-પાકિસ્તાન સીઝફાયર અને પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક..!
    લેખ

    તંત્રી લેખ…ભારત-પાકિસ્તાન સીઝફાયર અને પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક..!

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા ૪૦ સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે. જેમાં કોંગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૃરનું નામ પસંદ કર્યું. થરૃરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કોંગ્રેસની ગુડ બુકમાં તેઓ નથી. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કોંગ્રેસની મનસા પર થરૃરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. થરૃર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે. ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે અને મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. પણ આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ બનવાનું નથી. એ તો ફરી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં જણાય છે. પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા તેવું મુનીર કરે તો.?

    કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાતમાં વિપક્ષની ભૂમિકા સંદિગ્ધ છે. થરૃરની ઘટના અને ભારતના વિદેશમંત્રી જયશંકરની વાત, બંને વાતો એક જ દિવસે સામે આવી છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશમંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશમંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. છતાં રાહુલ ગાંધીએ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે. સામે ભાજપના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કોંગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશમંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક છે. તૃણમૂલ કોંગ્રેસનાં મંત્રી એવી દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. સીએમ મમતાનાં દબાણમાં વડોદરાના ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે ડેલિગેશનથી કિનારો કરી લીધો. દેશનો દુશ્મન એની જગ્યાએ જ ઉભો છે અને સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય ગણી શકાય નથી. પાકિસ્તાની આતંકી ડેસ્ટીનેશન પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તે સમયમાં સૌ સાથે જ હોય, તે સંજોગોમાં આવા આક્ષેપો અને ચર્ચાઓ દેશહિતની વાત નથી.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026
    ધાર્મિક

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026
    લેખ

    શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?

    July 10, 2026
    લેખ

    ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?

    July 10, 2026
    લેખ

    તંત્રી લેખ…વરસાદની ઋતુ દરમિયાન શહેરોની સ્થિતિ

    July 10, 2026
    લેખ

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.