Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…સમય પહેલાં ગરમી
    લેખ

    તંત્રી લેખ…સમય પહેલાં ગરમી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 22, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે વસંત ઋતુમાં ફૂલગુલાબી ઠંડીનું હવામાન હોય છે, પરંતુ હવે ઉત્તર ભારતમાં કમ સે કમ બપોરના સમયે તો આકરો તડકો લાગી રહ્યો છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે પટનામાં અધિકતમ તાપમાન અત્યારથી જ ૩૦ ડિગ્રી સેલ્સિયસના માપદંડને પાર કરી ગયું છે. ન્યૂનતમ તાપમાનમાં પણ ગત દિવસોમાં વૃદિ્‌ઘ થઈ છે અને ઉત્તર ભારતમાં જો વ્યાપકતામાં જોઇએ, તો લોકોને આકરી ઠંડીથી છૂટકારો મળી ગયો છે. ન્યૂનતમ તાપમાન જ્યારે ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે ત્યારે જ ઠંડી અનુભવાય છે. ફેબ્રુઆરીનો મહિનો અડધાથી વધુ વીતી ગયો છે અને હવે લાગે છે કે શિયાળો પણ વીતી ગયો છે અને આગામી મહિને હોળી સુધી સૂર્યદેવતા ખૂબ તપશે. અનેક વાર એવું થયું છે કે હોળી સુધી ઠંડી ખેંચાઈ છે. જોકે આશંકા એ પણ છે કે વરસાદ થશે અને ફરી એક વખત ઠંડી પાછી આવશે, પરંતુ આ બાબત કશું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ જોવાઈ રહ્યો છે. ક્યાંક વધારે વરસાદ થાય ત્યારે જ મોસમનો મિજાજ ઠંડી તરફ આવી શકે.

    જોકે હવામાનના આવેલ બદલાવ અચરજની વાત નથી. વિભિન્ન કારણોસર તાપમાનની માત્રા નક્કી થાય છે અને હાલમાં જે સંકેત દેખાઈ રહ્યા છે, તેનાથી એવું લાગે છે કે આવનાર દિવસોમાં તાપમાન વધતું જશે. એવું નથી કે માત્ર ઉત્તર ભારતમાં ગરમી લોકોને સતાવવા લાગી છે, દક્ષિણમાં પણ હવામાને પ્રતિકૂળ વલણ લીધું છે. આખું વર્ષ સારા હવામાન માટે મશહૂર બેંગલુરુના તાપમાનમાં અણધાર્યો ઉછાળો છે, જેનાથી નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારત હવામાન વિભાગ અનુસાર બેંગલુરુમાં હાલમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની તુલનામાં વધારે ગરમી પડી રહી છે. ઠંડા હવામાનવાળા ગંતવ્ય રૂપે બેંગલુરુની પ્રતિષ્ઠા ખતરામાં છે. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બેંગલુરુએ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધ્યો છે. ત્યાં તાપમાન ૩૫.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. મતલબ બેંગલુરુથી વધારે સારું હવામાન તો પટના અને દિલ્હીમાં કહી શકાય. બેંગલુરુમાં ગરમી માર્ચમાં શરૂ થાય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ જો ગરમી પડી તો રાહત માટે તેણે ત્રણ મહિના અને દિલ્હીએ ચાર મહિનાની રાહ જોવી પડશે. ધ્યાન રહે, ચોમાસું ૧ જૂનની આસપાસ ભારત ભૂમિનો સ્પર્શ કરે છે. સમયથી પહેલાં શરૂ થયેલ ગરમી પાછળ જળવાયુ પરિવર્તન જેવું એક મોટું કારણ છે, પરંતુ હાલમાં આપણા માટે તેની અસર વધારે મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અડધાથી વધારે જળસ્રોતોમાં નામ માત્રનું પાણી બચ્યું છે. અનેક જળસ્રોત સંપૂર્ણ રીતે સૂકાઈ ચૂક્યા છે. એવામાં લોકોએ જળસંકટનો સામનો કરવો પડી શકે છે. ગરમીના દિવસો જેટલા વધારે હશે, જળસંકટ પણ એટલું જ વધી જશે. તેથી પહેલો બોધપાઠ તો એ કે પાણીનો સદુપયોગ અત્યારથી જ શરૂ કરી દેવો જોઇએ. પાણીની બરબાદી રોકવી લોકોની જ નહીં, બલ્કે સરકારની પ્રાથમિકતા પણ હોવી જોઇએ. ગરમી વધતાં સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડશે. એક નવા અધ્યયનમાં ખબર પડી છે કે સમય પહેલાં આવેલી ગરમી આપણા ગુસ્સાને પણ વધારી રહી છે. તેેથી આપણે વિના વિલંબે હવામાનને અનુરૂપ પોતાના ખાનપાન અને જીવનશૈલીનો તાલમેલ બેસાડવો જોઇએ.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.