ભારત સાથે ટ્રમ્પની મૈત્રી છે, એના કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમની સાથે મૈત્રી છે એમ વધારે દેખાય યોગ્ય છે. ભારતના કોઈ પણ વડાપ્રધાન કરતાં વધુ, નરેન્દ્રભાઈ મોદી એવી નવ મુલાકાત અમેરિકાની લઈ આવ્યા છે, ને ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. મૈત્રી એવી કે અમેરિકી પ્રમુખ તરીકે સોગંદવિધિમાં ભારતને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું, પણ નરેન્દ્રભાઈ મોદીને ન હતું. તેમાં ટ્રમ્પ, નરેન્દ્રભાઈ મોદીથી એ મુદ્દે નારાજ હતા કે બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોદી ટ્રમ્પને મળ્યા ન હતા. મોદી રેસિપ્રોકલ ટેરિફને મામલે ટ્રમ્પ સામે ઝૂક્યા નથી તે પણ ટ્રમ્પની નારાજગીનું કારણ ખરું. ટ્રમ્પે પ્રમુખ તરીકે દુનિયા સામે ટેરિફિક ટેરિફ વોર છેડયું અને ચીન, ભારત તથા અન્ય દેશો સામે સોથી વધુ ટકા ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી. સામે ભારત, ચીને પણ ટેરિફ અંગે ધમકીઓ આપી હતી. કોઈ પોતાની આગળ નીકળે એ પણ ટ્રમ્પને બહુ રૃચતું નથી. બાકી હતું તે એપલનાં ઝ્રર્ઈં ટિમ કૂકે ભારતનાં વખાણ કર્યાં. પરિણામે ટ્રમ્પનું એવું ફરમાન છૂટયું કે એપલ કંપનીએ તેનાં ફોન અમેરિકામાં બનાવવા. જો એપલ કંપની ભારતમાં મોબાઈલ બનાવતી જ હોય, તો દેખીતું છે કે તે અહીં વાઈન્ડ અપ ન કરે. ટ્રમ્પે એપલ અને સેમસંગ કંપનીઓને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ તેમને ૨૫ ટકા ટેરિફ લગાવવાની વાત પણ કરી. આ ટેરિફ નથી, પણ પેનલ્ટી જ કહી શકાય છે. એ જ રીતે અમેરિકાની બહાર બનતી ફિલ્મ પર પણ ૧૦૦% ટેરિફ નાખવાની વાત ટ્રમ્પ કરી રહ્યા છે.
આ ચર્ચાની વચ્ચે ભારતે આતંકી થાણાંઓ પર એર સ્ટ્રાઈક કરી ને પાકિસ્તાને પણ પોતાની તરફે જે સ્થિતિ ઉભી કરી, તેના પરિણામે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. પણ વાત માત્ર ઓપરેશન સિંદૂરથી હાલ ઠંડી પડી છે. પાકિસ્તાનને વધુ નુકસાન થતાં, તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી ને ભારતે તે મંજૂર રાખી એવી વાતમાં દેખીતું છે કે તેની જાહેરાત ભારત કરે, પણ અમેરિકાથી ડોનાલ્ડ ટ્રમ્પે કરી. આખી દુનિયામાં ટ્રમ્પે વારંવાર કહ્યું કે યુદ્ધવિરામ પોતાના પ્રયત્નને આભારી છે. પછી જ્યારે ભારતે ખુલાસો કર્યો ત્યારે એ બહાર આવ્યું કે ટ્રમ્પે દખલ કરી હતી. ટ્રમ્પે વ્હાલા થવા, પીઓકે સંદર્ભે માથું મારવાની કોશિશ કરી, તો ભારતે કોઇની પણ દખલ વગર એ મામલો ઉકેલવાની વાત કરી છે. ટ્રમ્પને ભારત – પાકિસ્તાન પ્રશ્નના ઉકેલ કરતાં વધારે વેપારમાં રસ છે એમ તેઓ વારંવાર કહે છે. ટ્રમ્પ રશિયા- યુક્રેન યુદ્ધ મામલે મધ્યષ્ઠિ થવા ગયા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને પાણીથી પાતળા કર્યા, તો રશિયન પ્રમુખ પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે વારંવાર સમજાવ્યા. પણ પરિણામ હકારાત્મક નથી. ટ્રમ્પ અને ઇઝરાયેલના નેતન્યાહૂ વચ્ચે હવે દુશ્મન જેવી સ્થિતિ છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. તેનું કારણ અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના કર્મચારી પતિ-પત્નીની હત્યા થઈ અને ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એ વાત જાહેર થતાં ટ્રમ્પે ઈરાનને કહી પણ દીધી. આવા કારણે અમેરિકા, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ રોકે એ સ્થિતિ બનવાની નથી.
સૌથી મોટી મહાસત્તાના પ્રમુખ ગૌરવ અને ગરિમા જાળવે તેવું લાગતું નથી. અમેરિકા પોતે વેઠી લે, પણ દુનિયાના અન્ય દેશો પણ તેમની જોહુકમી, ઉદ્ધતાઈ અને અસ્થિર રાજવ્યવસ્થા વેઠી લે એ આશ્ચર્યજનક બાબત છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ને રોજ બીજી વખત અમેરિકી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તે સતત વિવાદમાં રહે છે. દુનિયાને તેમણે જપવા દીધી નથી અને તેમનાં ફરમાનોમાં ઠરેલપણું ન હોવાની વાત આજે ચર્ચાનો વિષય છે.