મોટા માંડવા ગામે જુગાર ધામ પકડાયુ, 83,000 ની રોકડ સાથે 8 શખ્સ ની ધરપકડ
Rajkot,તા.18
રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ જુગારના આ બેદરોડા પાડવામાં આવ્યા છે . કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જુગાર રમતા ૧૬ શખ્સોની ધરપકડ કરી રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ આપેલી સૂચના ને પગલે કોટડા સાંગાણી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે મોટા માંડવા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા શૈલેષ દુદાભાઈ હિરપરા, પ્રફુલ નરસિંહ માનસરા, પંકજ દિલીપભાઈ માનસરા ,જયેશ નાનજી શિંગાળા, રમેશ ઈશ્વર ગોસાઈ ,અશ્વિન ચંદુ માનસારા, જતીન સુખા માનસારા અને મનસુખ મેઘા સોહલિયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 83250 ના મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે શાપર ગામે ડીલક્ષ શેરીમાં જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમી ના આધારે એલસીબીએ દરોડો પાડી રોહિત ધર્મેન્દ્ર શાહુ ,નાગેન્દ્ર ગૌતમ, દેવેન રાજ , પરસોતમ શર્મા, અરવિંદ સરોજ, મહંમદ શેખ, રંજિત શ્રીવાસ અને અજય શાહુ ની ધરપકડ કરી 17650 રોકડા અને આઠ મોબાઇલ મળી 97 650 નું મુદ્દામાલ કબજે કર્યો છે