Junagadh તા.6
જુનાગઢમાં માસીને ત્યાં આવેલી ભાણીને હું તને પ્રેમ કરુ છું તેમ કહી દુષ્કર્મની કોશીષ માસાએ કરી શરીરે અડપલા કર્યા હતા જેની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો.
જુનાગઢ મધુરમ વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેતો અને ડ્રાઈવીંગ વ્યવસાય કરતો હીરા વાજસુર જલુ એ મહારાષ્ટ્રની મહિલા સાથે અગાઉ લગ્ન કરેલ કોરોના સમયે મહિલાનું મોત થવા પામેલ. ફરીથી હીરા વાજસુર જલુએ મહારાષ્ટ્રની અન્ય મહિલા સાથે લગ્ન કરેલ. પત્ની પીયર ગઈ બાદ છળકપટથી મહારાષ્ટ્ર રહેતી ભાણીને જુનાગઢ બોલાવેલ 19 વર્ષની ભાણી ગત તા.4-4-26ની રાત્રીના પોણા બારે માસાના ઘરે સુતી હતી.
ત્યારે માસા હીરા વાજસુરે કહેલ કે હું તને પ્રેમ કરું છું તેમ કહી શરીરે અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશીશ કરતા યુવતી ઘરની બહાર નીકળીને બુમાબુમ કરતાં લોકો એકઠા થઈ જતા માસાને મેથીપાક ચખાડી સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર આર.એમ.વાળાએ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધનું મોત
કેશોદના શેરગઢ ગામે રહેતા કાળાભાઈ કાનાભાઈ બાબરીયા (ઉ.વ.74) એ ગઈકાલે સવારે 11.5 મીનીટે શેરગઢ ગામે પોતાની વાડીએ કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાના કારણે મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
ભેંસાણના ભાટ ગામે રહેતા જયરાજ જેઠસુર ગુજરાતી (ઉ.39) ગત તા.1-4-26ના રોજ ભાટ ગામ અને બાવાજી પીપળીયા વાડી વિસ્તારમાં કોલમ ઉપર ટાંકો હોય જે ટાંકામાં પાણી આવે છે કે કેમ તે જોવા માટે સીડી ઉપર ચડતા સીડી પરથી નીચે પટકાતાં માથાનાં ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નોંધાતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

