Morbi ,તા.21
મોરબીના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં નોકરી ઉપર જઈ રહેલા વૃદ્ધના બાઇકને કોઈ વાહન ચાલકે હડફેટે લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજયુ છે.
સામાકાંઠે ત્રાજપર ચોકડી ખાતે તા.16-4 ના વહેલી સવારના અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં સિક્યુરિટીના કપડા પહેરેલા હોય અને વહેલી સવારે ઘરેથી કામ ઉપર જવા માટે બાઈક લઈને નીકળેલા અમૃતભાઈ ભીમજીભાઈ અરદેસીયા પટેલ (ઉમર 70) રહે. મહાવીરનગર સોસાયટી સામાકાંઠેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધુ હતુ.જેમાં ગંભીર ઇજાઓ બેભાન હાલતમાં રહેલા અમૃતભાઈની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ભાગી છૂટેલા વાહન ચાલકની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સગીરા રાજકોટ ખસેડાઈ
માળીયા મિંયાણા પાસે આવેલ તથાસ્તુ કંપની ખાતે થોડા દિવસો પહેલા સાંજના સમયે કામ દરમિયાન દુપટ્ટો મશીનમાં ફસાઈ જવાથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં કોમલબેન અવનીશભાઈ સક્સેના નામની 15 વર્ષની સગીરાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાય જો કે અત્રે સવાલ તે ઊભો થાય છે કે કારખાનાની અંદર ઓછી ઉંમરની યુવતી કેવી રીતે કામ કરતી હતી ? તે પણ પોલીસ તપાસનો વિષય છે.
બાઈક-ટ્રક અકસ્માત
કચ્છના ભચાઉ તાલુકાના ચાંદરોળી ગામના પબુડાડા ના મંદિર સામે રહેતા પરિવારનો સતિષ અરજણભાઈ ભરવાડ નામનો 14 વર્ષનો બાળક પોતાના ગામ ચાંદરોળીથી કટારીયા તરફ જતો હતો.ત્યારે તેના બાઈકનો ટ્રક સાથે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં સતીષ ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
જ્યારે મોરબીના ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા પરિવારનો જય રાજેશભાઈ સિણોજીયા નામનો 20 વર્ષનો યુવાન કોઇ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની દવા પી ગયો હતો.જેથી તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝનના બી.બી.ડાભી દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
અપમૃત્યુના જુદા જુદા બનાવમાં ત્રણ વ્યક્તિઓના મોત
મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ જીવાભાઇ સંધિ (73) નામના વૃદ્ધ ભંગારની ફેરી કરતા હોય તેઓ રવાપર રોડ ઉપર આવેલ કદમ મેડિકલ વાળી શેરીમાં યદુનંદન સોસાયટી ખાતે ભંગારની ફેરી કરવા માટે થઈને ગયા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા 108 મારફતે તેઓને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.
અમદાવાદના સાણંદ ખાતે રહેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધા મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં તેઓના ભત્રીજા ભરતભાઈના ઘરે આવ્યા હતા અને બીમારી સબબ તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને બીમારી સબબ 108 મારફતે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.

