Junagadh, તા.30
કેશોદના જુનાગઢ બાયપાસના ગેઇટ પાસે વૃધ્ધના બાઇકને કાર ચાલકે હડફેટે લઇ લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું.વંથલીના નગડીયા ગામે રહેતા રાજેન્દ્રભાઇ છગનભાઇ ગજેરા (ઉ.વ. 53)ના પિતા છગનભાઇ (ઉ.વ. 80) ગઇકાલે સાંજે 5 કલાકે પોતાનું બાઇક નં. જીજે-11-એફ-4595 લઇ કેશોદથી પોતાના ઘરે જતા હતા ત્યારે કેશોદના જુનાગઢ રોડ પર પહેલા નવા ગેઇ પાસે પહોંચેલા ત્યારે સામેથી આવતીક ફોર વ્હીલ કાર નં. જી.જે-11-બીએચ-6809ના ચાલકે પુરઝડપે ચલાવી રાજેન્દ્રભાઇના પિતા છગનભાઇના બાઇકને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. કેશોદ પીએસઆઇ જે.આર. વાજાએ તપાસ હાથ ધરી છે.
ઇલે. શોર્ટથી મોત
માણાવદરના જીંજરી ગામે રહેતા ચંદ્રકાંતભાઇ સતીષભાઇ ગેડા (ઉ.વ. 52) અને તેમનો પુત્ર તુષાર ચંદ્રકાંતભાઇ (ઉ.વ. 18) બન્ને પિતા-પુત્ર મકાનની અગાસી ઉપર મજુરી કામ કરતા હતા ત્યારે પિતાને પાણી પીવાનું દેવા જતા વીજ લાઇન નજીકથી પસાર થતી હોય જેનો ઇલેક્ટ્રીક શોર્ટ લાગી જતાં મોત નોંધાતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

