London તા. 5
ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીના પહેલા દિવસે બોલરોએ સંપૂર્ણ રીતે પ્રભુત જમાવ્યું. બંને ટીમોના બેટ્સમેનોએ લીલી પીચ અને સ્વિંગ સામે ઝઝૂમવું પડ્યું, જેના કારણે પ્રથમ દિવસે કુલ 16 વિકેટ પડી ગઈ.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઇંગ્લેન્ડ ફક્ત 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના જવાબમાં, ન્યુઝીલેન્ડે દિવસના અંત સુધીમાં ફક્ત 61 રનમાં છ વિકેટ ગુમાવી દીધી.
પ્રથમ બેટિંગ કરતા, યજમાન ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. સ્ટાર બેટ્સમેન જો રૂટ (1) અને કેપ્ટન બેન સ્ટોક્સ (12) જેવા અનુભવી ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા.
હેરી બ્રુક એકમાત્ર બેટ્સમેન હતો જે સમગ્ર ઇનિંગ્સ દરમિયાન કિવી બોલરો સામે મજબૂત રહ્યો, તેણે 71 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 56 રનની શાનદાર અડધી સદી ફટકારી. અંતે, શોએબ બશીરના 14 અને જોશ ટોંગના અણનમ 10 રનની મદદથી, ઇંગ્લેન્ડ 39.4 ઓવરમાં 140 રનનો સન્માનજનક સ્કોર મેળવવામાં સફળ રહ્યું.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમીસન ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે દુઃસ્વપન સાબિત થયા. જેમીસનએ ઘાતક બોલિંગ કરી, 14 ઓવરમાં 62 રન આપીને 5 વિકેટ લીધી, જેનાથી ઈંગ્લેન્ડનો ધબડકો તૂટી ગયો. તેમને સારો સાથ આપનારા નાથન સ્મિથે 38 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે વિલિયમ ઓ’રોર્કે બે વિકેટ લીધી.
જવાબમાં, ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગની શરૂઆત ઈંગ્લેન્ડ કરતા પણ ખરાબ રહી. ઓલી રોબિન્સને કિવી ટોપ ઓર્ડરને બરબાદ કરી દીધો. ન્યૂઝીલેન્ડે કુલ 61 રનમાં છ મુખ્ય વિકેટ ગુમાવી દીધી.
સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન અને રચિન રવિન્દ્ર પોતાનું ખાતું ખોલી શક્યા નહીં, શૂન્ય રનમાં આઉટ થયા, જ્યારે કેપ્ટન ટોમ લાથમ માત્ર ત્રણ રન બનાવી શક્યા. ઓલી રોબિન્સને ઘાતક સ્પેલ બોલિંગ કરીને માત્ર છ ઓવરમાં 10 રન આપીને ચાર વિકેટ લીધી, જ્યારે ગુસ એટક્નિસન અને જોશ ટોંગે એક-એક વિકેટ લીધી.

