Junagadh , તા.24
જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાં ખેતરમાંથી થ્રેસર ચલાવવાના મામલે સામસામે લાકડી-થોકા ઉડતા બન્ને પક્ષે ફ્રેક્ચર ઉપરાંત લોહી લોહાણ કરી બોલેરો ગાડીના કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બન્ને પક્ષે રાયોટીંગનો ગુનો નોંધી કુલ 16 સામે ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત મુજબ ફરિયાદી ગીતાબેન મનસુખભાઇ મસાલીયા (રહે. પ્લાસવા)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.20-3ના સાંજે સાડા ચારના સુમારે આરોપીઓ જયેશ હકા મસાલીયા, જગા ભાણા મસાલીયા, કરશન ભાણા મસાલીયા, દિપ કરસન, કંચનબેન મસાલીયા, હુકમ કુરજી, રેખાબેન મસાલીયા અને રાજન ઉર્ફે ગંધો (રહે. તમામ પ્લાસવા)વાળાઓ કે ગીતાબેનને કહેલ કે અમારા ખેતરમાંથી થ્રેસર કેમ ચલાવેલ છે.
તેમ કહી ધક્કા મારી ગાળો ભાંડી લાકડીઓ-લાકડાના ધોકા લઇ ગેરકાયદે મંડળી રચી આરોપી જયેશ હકાએ ગીતાબેનને માર મારતા ધરમશીભાઇ વચ્ચે પડતા પ્રદિપ કરશને માથામાં તથા ડાબો પગ ભાંગી નાખ્યો હતો. સાહેદ પોપટભાઇને તમામ આરોપીઓએ માર મારી જયેશ હકાએ હાથ ભાંગી નાખ્યો હતો. ઉપરાંત દિનેશભાઇને લાકડાના ધોકા મારી જયેશ હકાએ હાથ ભાંગી નાખ્યો હતો. મીતાબેનની સાથળમાં લાકડી મારી મનસુખભાઇને માર મારી બોલેરો ગાડીનો કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે કરશનભાઇ ભાણાભાઇ મસાલીયા જણાવ્યા મુજબ પોતે પોતાના ખેતરે હતા ત્યારે બાજુના ખેતરવાળા જયેશભાઇ સાથે પોતાના ખેતરના પડોશી આરોપીઓ ઝઘડો કરતાં હોય જેથી કરસનભાઇએ ત્યાં જતાં તેઓને આરોપીઓ ધરમશી મસાલીયા, પોપટ મસાલીયા, ગીતાબેન મનસુખ મસાલીયા, દિનેશ ધરમશી મસાલીયા, મીતાબેન સાલીયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી લોહી-લુહાણ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

