Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા
    • Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો
    • Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
    • Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી
    • Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
    • Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે
    • Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર
    • Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup 2026 : આજથી આખી દુનિયા પર છવાશે ફૂટબોલનો રોમાંચ
    ખેલ જગત

    FIFA World Cup 2026 : આજથી આખી દુનિયા પર છવાશે ફૂટબોલનો રોમાંચ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026Updated:June 11, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.11
    ચાર વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને કેનેડા, અમેરિકા તેમજ મેક્સિકોની સંયુક્ત ધરતી પર આજથી ફૂટબોલના સૌથી મોટા મહાકુંભ —   ફિફા વર્લ્ડ કપના 23મા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ સમગ્ર વિશ્વ આગામી 39 દિવસ સુધી ફૂટબોલના અદભુત ખુમાર અને રોમાંચમાં ડૂબી જશે. વિશ્વકપના ઇતિહાસમાં આ વખતે સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યાં વિશ્વભરના 1248 જેટલા ખેલાડીઓ પોતાની કુશળતાનું પ્રદર્શન કરીને ફૂટબોલ ઇતિહાસમાં અમર થવા મેદાનમાં ઉતરશે.

    વિજેતા નક્કી કરવા માટે અલગ-અલગ 16 શહેરોના 13 અત્યાધુનિક મેદાનો પર કુલ 104 મેચો રમાશે, જેમાં ખેલાડીઓ અમેરિકા, મેક્સિકો અને કેનેડાના મેદાનો પર કિસ્મત અજમાવાશે. આ વખતે કુલ 48 ટીમોને 12 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જે અંતર્ગત દરેક ગ્રૂપની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. લગભગ 2,800 માઇલના ભૌગોલિક અંતરમાં ફેલાયેલા શહેરોમાં રમાનારી આ ટૂર્નામેન્ટ ખેલાડીઓ માટે હવામાન અને મુસાફરીની દ્રષ્ટિએ પણ સૌથી લાંબી અને પડકારજનક સાબિત થશે.

    મેદાન પર ઉતરશે વિશ્વનાં 10 શક્તિશાળી દાવેદાર દેશો
    આ મહાસંગ્રામમાં ટ્રોફી જીતવા માટે વિશ્વનાં 10 શક્તિશાળી દેશો પોતાની ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહ્યાં છે. ફ્રાન્સની ટીમ આ વખતે પોતાનાં ઘાતક અને અણધાર્યા કાઉન્ટર એટેકના માસ્ટર ક્લાસથી વિરોધી ટીમોના ડિફેન્સને ધ્વસ્ત કરવા માટે સજ્જ થઈને આવી છે.

    બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમમાં ફરી એકવાર જીતની પ્રબળ ભૂખ જોવા મળી રહી છે, જે પોતાના વિજયી રથને આગળ વધારવા માટે પુરેપુરું જોર લગાવશે. ફૂટબોલ જગતનો મુગટ પાંચ વાર જીતનાર બ્રાઝિલની ટીમ દર વખતની જેમ આ વર્ષે પણ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે અને તે કોઈપણ ભોગે ફરીથી ટ્રોફી પર કબજો કરવા માટે તત્પર છે. ટૂર્નામેન્ટમાં પોર્ટુગલની ટીમ ચેમ્પિયન પ્લેયર્સના આખા ઝુંડ સાથે ઉતરી છે, જે યુવા જોશ અને અનુભવના જોરે ઇતિહાસ રચવા મેદાનમાં કદમ રાખશે.

    ઇંગ્લેન્ડની ટીમ પોતાનાં એરિયલ પ્લે અને મજબૂત અટેકિંગ ગેમથી વિરોધીઓ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્પેનની ટીમ પલા રોજાથ પોતાના તદ્દન બદલાયેલા અંદાજ, પાસિંગ ગેમ અને આક્રમક જોશ સાથે મેદાન મારવા તૈયાર છે. નેધરલેન્ડ્સની ટીમ આ વખતે પોતાના લાજવાબ અને અભેદ્ય ડિફેન્સના જોરે વિરોધી સ્ટ્રાઇકર્સને રોકવાની ખાસ વ્યૂહરચના સાથે આવી છે.

    બેલ્જિયમની ટીમ અનુભવ અને જોશના અદભુત મિશ્રણ વાળા મિશન સાથે ઉતરી છે. ક્રોએશિયાની ટીમ પોતાની અદભુત એકજુથતાના જોરે ફરી એકવાર મોટી ટીમોને ચોંકાવવા માટે મેદાનમાં પરસેવો પાડશે. જ્યારે જર્મનીની ટીમ પોતાના હોમ કલ્ચર અને શાનદાર પ્લાનિંગના દમ પર પોતાને ફરીથી પધ બેસ્ટથ ટીમ સાબિત કરવાનાં ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

    સર્વે અને ડેટાની ભવિષ્યવાણી એઆઈ VS. ફૂટબોલ ફેન્સ 
    આ વખતનાં ફિફા ચેમ્પિયન કોણ બનશે તે અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને સામાન્ય પ્રશંસકોના મતો વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી રહી છે. બેંક ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક સર્વેક્ષણમાં સામેલ પ્રશંસકોમાંથી આશરે 40 ટકા લોકોએ ફ્રાન્સની ટીમને આ વર્ષે ફરીથી ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ તરીકે પસંદ કરી છે.

    જોકે, તેની સામે માઇક્રોસોફ્ટ કોપાયલોટ જેવા આધુનિક એઆઈ ટૂલે હજારો મેચોના આંકડાઓ, ખેલાડીઓનું વર્તમાન ફોર્મ અને લોકપ્રિયતાનું ઊંડું વિશ્લેષણ કરીને સ્પેન અને ફ્રાન્સ—  બંને દેશો માટે જીતવાની એકસરખી સંભાવના દર્શાવીને સ્પેનને મોટો દાવેદાર ગણાવ્યું છે.

    આ સિવાય, આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરીને પગોલ્ડન બૂટથ કોણ જીતશે તે બાબતે પ્રશંસકો અને એઆઈ બંને એકમત દેખાયાં છે અને બંને પક્ષોએ ફ્રાન્સના કિલિયાન એમ્બાપ્પેને આ ખિતાબના પ્રબળ વિજેતા તરીકે જાહેર કર્યા છે.

    જ્યારે ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે `પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ માટે એઆઈએ સ્પેનના 18 વર્ષના યુવા સ્ટાર લામિન યમાલના વર્તમાન પ્રદર્શનના ડેટા પર ભરોસો મૂકીને તેના નામની મોટી ભવિષ્યવાણી કરી છે.

    અમેરિકાનાં કડક ઇમિગ્રેશન નિયમો હજારો ફૂટબોલ ચાહકોના વિઝા રીજેક્ટ
    વિશ્વનાં આ સૌથી મોટા ફૂટબોલ મહાકુંભની મોટાભાગની મેચો અને ફાઇનલ મુકાબલો અમેરિકામાં રમાનાર છે, પરંતુ અમેરિકાનાં અત્યંત કડક ઇમિગ્રેશન નિયમો અને મુસાફરીના કાયદાઓને કારણે દુનિયાભરનાં હજારો ફૂટબોલ ચાહકો માટે સ્ટેડિયમના દરવાજા બંધ થઈ ગયા છે.

    ટૂર્નામેન્ટમાં સામેલ 48 દેશોમાંથી 12 જેટલાં દેશોનાં પ્રશંસકોને અમેરિકા પહોંચવામાં સૌથી મોટી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ દેશોમાંથી આવેલાં વિઝા આવેદનોમાંથી અંદાજે 40 ટકા જેટલી મોટી સંખ્યામાં અરજીઓ સીધી ફગાવી દેવામાં આવી છે.

    આ પ્રતિબંધિત યાદીમાં ઇરાક, ઇજિપ્ત, ઇરાન, ઇક્વાડોર, હૈતી, અલ્જીરિયા, ઉઝબેકિસ્તાન, જોર્ડન, કોંગો ડેમોક્રેટિક રિપબ્લિક, કેપ વર્ડે, ઘાના અને સેનેગલ જેવા દેશો સામેલ છે. વિઝા રિજેક્શનના આ કડક વલણથી ખેલપ્રેમીઓ ભારે નારાજ છે અને ઇરાકના ખેલાડી અબ્દુલ્લા અદનાન જેવા લોકોનું કહેવું છે કે મેચની ટિકિટો ખરીદવા અને મોટો ખર્ચ કરવા છતાં પણ વિઝા ન મળવાને કારણે સ્ટેડિયમમાં મેચ જોવાનું તેમનું સપનું રોળાઈ ગયું છે, જે યુરોપિયન નાગરિકોની સરખામણીએ સીધો ભેદભાવ દર્શાવે છે.

    માત્ર ચાહકો જ નહીં, પણ સોમાલિયાના પ્રખ્યાત રેફરી ઓમર અબ્દુલકાદિર અર્તન, જેઓ આ વર્લ્ડ કપમાં સોમાલિયાના પ્રથમ રેફરી તરીકે ઇતિહાસ રચવાના હતા, તેમને પણ અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી ન મળતાં રમત જગતમાં મોટો વિવાદ સર્જાયો છે, જોકે અમેરિકી સત્તાધીશોનું કહેવું છે કે સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે જેને કારણે ડ્રોન, એક્સ-રે અને AI આધારિત મોનિટરિંગ સિસ્ટમથી સઘન તપાસ કરવામાં આવી રહી છે.

    ચાર ભાઈઓની જોડીઓ અલગ-અલગ દેશો તરફથી રમશે! –
    આ વખતનો ફિફા વર્લ્ડ કપ પારિવારિક સંબંધો અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠાના અનોખા સંગમનો સાક્ષી બનશે, કારણ કે ઇતિહાસમાં પહેલીવાર ચાર સગા ભાઈઓની જોડીઓ અલગ-અલગ દેશોની જર્સી પહેરીને મેદાન પર એકબીજાની આમને-સામને ટકરાતી જોવા મળશે. આ અદભુત સંયોગમાં નિકો વિલિયમ્સ સ્પેનની રાષ્ટ્રીય ટીમ તરફથી રમી રહ્યો છે, જ્યારે તેનો જ સગો ભાઈ ઇનાકી વિલિયમ્સ ઘાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

    આવી જ રીતે, ડેરેક બુઆહાન ફ્રાન્સની ટીમ તરફથી પોતાની કુશળતા બતાવશે, જ્યારે તેનો સગો ભાઈ બ્રાયન બુઆહાન ટોગો દેશ વતી મેદાનમાં પરસેવો પાડશે. ત્રીજી જોડીમાં હેરી સોઉટાર ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ તરફથી સેન્ટર-બેક તરીકે રમી રહ્યો છે, જ્યારે તેનો ભાઈ જોન સોઉટાર સ્કોટલેન્ડ દેશ માટે ડિફેન્સ લાઇન સંભાળશે.

    ચોથી અનોખી જોડીમાં હેરી ઓગ્રેડ અને નિકો ઓગ્રેડનો સમાવેશ થાય છે, જેમાં હેરી ઓગ્રેડ આયર્લેન્ડની ટીમ તરફથી રમવાનું પસંદ કરી ચૂક્યો છે, જ્યારે નિકો ઓગ્રેડ સ્કોટલેન્ડની ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાલ મચાવશે. ભલે આ ભાઈઓ એક જ માતા-પિતાના સંતાન હોય, પરંતુ મેદાન પર તેઓ પોતાના અલગ-અલગ દેશોને વિજય અપાવવા માટે વફાદારીપૂર્વક સામસામે જંગે ચડશે.

    આ સુપરસ્ટાર્સ પર રહેશે આખી દુનિયાની નજર
    દેશોની રણનીતિ ઉપરાંત, આ ટૂર્નામેન્ટમાં વિશ્વનાં 10 સુપરસ્ટાર ખેલાડીઓ વચ્ચે વ્યક્તિગત શ્રેષ્ઠતા સાબિત કરવાની પણ જંગ જામશે
    * કિલિયાન એમ્બાપ્પે (ફ્રાન્સ) : પોતાની અદભુત સ્પીડ, કાઉન્ટર એટેક અને અદ્વિતીય ગોલ સ્કોરિંગ ક્ષમતાથી ફરી એકવાર ગોલ્ડન બૂટ અને ટ્રોફી જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
    * લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) : પોતાનાં બેજોડ પ્લેમેકિંગ અને બહોળા અનુભવના જાદુ સાથે, દેશને સતત બીજી વાર વિશ્વવિજેતા બનાવવા માટે મેદાનમાં ઉતરશે.
    * વિનિસિયસ જુનિયર (બ્રાઝિલ) : પોતાની અદભુત ગતિ અને મનમોહક ડ્રિબલિંગ વડે વિરોધી ટીમોનાં ડિફેન્ડર્સના હોશ ઉડાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
    * ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) : પોતાનાં શાનદાર ફિનિશિંગ રેકોર્ડ અને દમદાર લીડરશિપના જોરે પોર્ટુગલ ટીમને વિશ્વકપના ઇતિહાસમાં નવી ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.
    * હેરી કેન (ઇંગ્લેન્ડ) : ઇંગ્લેન્ડના આ કેપ્ટન પોતાની શાનદાર ગોલ કરવાની ક્ષમતા, અનુભવ અને એરિયલ સ્ટ્રેન્થથી ટીમની જીત સુનિશ્ચિત કરવા મહેનત કરશે.
    * લામિન યમાલ (સ્પેન) : માત્ર 18 વર્ષનો આ યુવા સન્સેશન વર્લ્ડ કપનો સૌથી નાની ઉંમરનો અને અત્યંત રોમાંચક ચેહરો છે, જે પોતાનાં આક્રમણથી મેદાન ગજવવા સજ્જ છે.
    * વર્જિલ વાન ડાઇક (નેધરલેન્ડ્સ) : પોતાની શારીરિક ક્ષમતા અને સૂઝબૂઝભર્યા ડિફેન્સથી નેધરલેન્ડ્સની ટીમનાં પાછળનાં ભાગને એક અભેદ્ય કિલ્લો બનાવશે.
    * કેવિન ડી બ્રુયના (બેલ્જિયમ) : મિડફિલ્ડના માસ્ટર તરીકે પોતાની અણધારી પાસિંગ ગેમથી વિરોધી ટીમનાં ડિફેન્સની લાઇન તોડવામાં મોટો ભાગ ભજવશે.
    * લુકા મોડ્રિચ (ક્રોએશિયા) :  મિડફિલ્ડમાં રહીને આખી મેચનું કંટ્રોલિંગ કરવાની પોતાની ખાસ આવડતથી ક્રોએશિયાની ટીમને વિજય તરફ દોરી જશે.
    * ફ્લોરિયન વિર્ટ્ઝ (જર્મની) : પોતાની આક્રમક રમત, સ્પીડ અને અનોખી ક્રિએટિવિટીથી જર્મનીના અટેકિંગ લાઇનઅપને નવી ધાર આપશે.

    FIFA World Cup 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

    June 11, 2026
    ખેલ જગત

    3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026

    June 11, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 માં સમયનો બગાડ રોકવા કેટલાક નવા અને કડક નિયમો

    June 11, 2026
    ખેલ જગત

    લાજપત નગર જેટલી વસ્તી ધરાવતું કુરુકાઓ અને કેપ વર્ડે પહેલીવાર રમશે

    June 11, 2026
    ખેલ જગત

    Nightclub વિવાદમાં ફસાયા સ્ટોક્સ : કેપ્ટનશીપથી રાજીનામું અને ક્રિકેટમાંથી નિવૃત્તિના સંકેત

    June 11, 2026
    ખેલ જગત

    જો રૂટએ નંબર વન સ્થાન ગુમાવ્યું, Shubman Gill આગળ, ICC Test Rankingમાં ધરખમ ફેરફાર

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026

    Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી

    June 11, 2026

    Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

    June 11, 2026

    Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.