New Delhi,તા.11
આ ફૂટબોલ વિશ્વકપમાં ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ કેટલાક અત્યંત નાના ટાપુ દેશો પણ ક્વોલિફાય થઈને મોટો ઇતિહાસ રચવા જઈ રહ્યાં છે. વેનેઝુએલાના દરિયા કિનારેથી આશરે 37 માઇલ દૂર આવેલો નાનકડો કેરેબિયન ટાપુ દેશ `કુરુકાઓ’ આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં રમનારો વિશ્વનો સૌથી ઓછી વસ્તી અને ક્ષેત્રફળ ધરાવતો દેશ બનશે. આખા કુરુકાઓ દેશની કુલ વસ્તી માત્ર 1.5 લાખની આસપાસ છે, જે નવી દિલ્હીનાં એક નાના એવા વિસ્તાર પલાજપત નગરથની વસ્તી બરાબર ગણાય.
આ નાનકડો દેશ નેધરલેન્ડ્સ સામ્રાજ્યનો એક સ્વાયત્ત ભાગ છે અને વર્ષ 2010માં જ તેને અલગ દેશનો દરજ્જો મળ્યો હતો. કુરુકાઓ ઉપરાંત, આફ્રિકન ખંડનો નાનો ટાપુ દેશ પકેપ વર્ડેથ પણ આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય થનારો ત્રીજો સૌથી નાનો દેશ બન્યો છે.
અંદાજે છ લાખની વસ્તી ધરાવતા આ કેપ વર્ડે દેશની ટીમે `બ્લુ શાર્ક્સ’ તરીકે ઓળખાતા પોતાના મજબૂત ટીમ કોમ્બિનેશનના જોરે આફ્રિકન ફૂટબોલમાં મોટો ઉલટફેર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ભારત અને ચીન જેવા અબજોની વસ્તી ધરાવતા દેશો હજુ પણ આ ભવ્ય ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય થવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

