Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026

    Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે
    • Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી
    • Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે
    • છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy
    • મેં મારી જિંદગીને ક્યારેય ‘સંઘર્ષ’ તરીકે નથી જોઈ: Raghubir Yadav
    • સ્મૃતિની તોફાની બેટિંગ અને દીપ્તિની ‘પંચ’થી ભારતે પાકિસ્તાનને 64 રને પરાસ્ત કર્યું
    • India-Pakistan હાઈવોલ્ટેજ મેચ પહેલા `નો હેન્ડશેક’ વિવાદ
    • India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી
    ખેલ જગત

    FIFA World Cup 2026 : જીતની નજીક પહોંચેલી નેધરલેન્ડની ટીમને જાપાને ડ્રો પર રોકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dallas, તા. 15
    ફીફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજના મુકાબલાઓમાં રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. ડલાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ ‘એફ’ની એક હાઈ-વોલ્ટેજ મેચમાં નેધરલેન્ડ અને જાપાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, જે અંતે 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

    મેચના પ્રથમ હાફમાં નેધરલેન્ડે આક્રમક રમત બતાવી હતી અને ડોનિયલ માલેનને ગોલ કરવાની બે સુવર્ણ તકો મળી હતી, પરંતુ જાપાનનાં સજાગ ગોલકીપર જિઓન સુઝુકીએ દીવાલ બનીને તમામ પ્રહારો નિષ્ફળ બનાવ્યા હતા.

    જાપાની ટીમે આ દરમિયાન કાઉન્ટર-એટેક પર વધુ ભરોસો મૂક્યો હતો, જેના કારણે પ્રથમ 45 મિનિટ સુધી બંને પક્ષે એકપણ ગોલ થઈ શક્યો નહોતો અને હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 રહ્યો હતો.

    બીજા હાફમાં રમત વધુ રોમાંચક બની હતી. 50મી મિનિટે રયાન ગ્રાવેનબેરખની ફ્રી-કિક પર ડચ કેપ્ટન વર્જિલ વેન ડાઈકે શાનદાર હેડર વડે ગોલ કરીને નેધરલેન્ડને લીડ અપાવી હતી, જેની સામે 57મી મિનિટે જાપાનના કેઈતો નાકામુરાએ ગોલ ફટકારી સ્કોર 1-1 કર્યો હતો. ત્યારબાદ 64મી મિનિટે ક્રિસેન્સિયો સમરવિલે અદભુત ‘કર્લિંગ શોટ’ મારીને નેધરલેન્ડને ફરી 2-1થી આગળ કર્યું હતું.

    ડચ ટીમ જીત તરફ વધી રહી હતી ત્યારે જ 88મી મિનિટે જાપાનના દાઇચી કામદાએ નિર્ણાયક ગોલ ડાઘીને મેચને 2-2ની રોમાંચક બરાબરી પર લાવી દીધી હતી. આ ડ્રો સાથે જ બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચવો પડ્યો હતો અને વર્જિલ વેન ડાઈક પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.

    જર્મની સામે કુરાસાઓનો કારમો પરાજય 
    ગ્રુપ ‘ઈ’ના એકતરફી મુકાબલામાં ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીની ટીમે વિશ્વકપમાં પ્રથમ વખત રમી રહેલી કુરાસાઓ ટીમને 7-1ના વિશાળ સ્કોરથી કચડી નાખી હતી. જર્મની માટે કાઈ હેવર્ટ્ઝે બે ગોલ ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

    જ્યારે ફેલિક્સ એનમેચા, નિકો શ્લોટરબેક, જમાલ મુસિયાલા, નાથાનીએલ બ્રાઉન અને ડેનિજ ઉંડાવે એક-એક ગોલનું યોગદાન આપ્યું હતું. કુરાસાઓ તરફથી લિવાનો કોમેનેસિયાએ એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. આ મેચમાં જર્મનીના 40 વર્ષીય ગોલકીપર મેન્યુઅલ નોયરે કોઈપણ મોટા ટૂર્નામેન્ટમાં રમનારા દેશના સૌથી મોટી ઉંમરના ખેલાડી બનીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

    સ્વીડન વિરૂદ્ધ ટ્યુનિશિયામાં ગોલમારો 
    ગ્રુપ ‘એફ’ના અન્ય એક રસપ્રદ મુકાબલામાં સ્વીડનની ટીમે ક્લિનિકલ પ્રદર્શન કરીને ટ્યુનિશિયાને 5-1થી કારમો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. સ્વીડન વતી યાસીન આયારીએ શાનદાર રમતનું પ્રદર્શન કરી બે ગોલ ફટકાર્યા હતા.

    જ્યારે એલેક્ઝાન્ડર ઇસાક, વિક્ટર ગ્યોકેરેસ અને માટિયાસ સ્વાનબર્ગે એક-એક ગોલ કરીને ટીમની જીત આસાન બનાવી દીધી હતી. ટ્યુનિશિયા તરફથી 43મી મિનિટે ઉમર રેકીકે એકમાત્ર ગોલ કર્યો હતો. સમગ્ર મેચમાં 51 ટકા બોલ પઝેશન જાળવી રાખવા છતાં ટ્યુનિશિયાની ટીમ સ્વીડનની મજબૂત ફોરવર્ડ લાઇન અને સચોટ પ્રહારો સામે ટકી શકી નહોતી.

    આઇવરી કોસ્ટ વિરૂદ્ધ ઇક્વાડોરમાં રોમાંચ
    ભારે રસાકસી અને મજબૂત ડિફેન્સથી ભરેલી ગ્રુપ ‘ઈ’ની આ મેચમાં આઇવરી કોસ્ટે ઇક્વાડોરને 1-0થી હરાવીને મહત્વનાં ત્રણ પોઈન્ટ પોતાના નામે કર્યા હતા. આખી મેચ દરમિયાન બંને ટીમોની રક્ષણપંક્તિ અત્યંત અભેદ સાબિત થઈ હતી, જેના કારણે મેચ ગોલરહિત ડ્રો તરફ આગળ વધી રહી હોય તેમ લાગતું હતું.

    જોકે, મેચની આખરી ક્ષણોમાં આઇવરી કોસ્ટના સ્ટાર ખેલાડી અમાદ ડિયાલોએ ઇક્વાડોરના ડિફેન્સને ભેદીને એક શાનદાર નિર્ણાયક ગોલ ડાઘી દીધો હતો, જે મેચ વિનિંગ સાબિત થયો હતો. આ જીત સાથે આઇવરી કોસ્ટે આગામી નોકઆઉટ રાઉન્ડ માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

    Dallas FIFA World Cup 2026 Netherlands team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સ્મૃતિની તોફાની બેટિંગ અને દીપ્તિની ‘પંચ’થી ભારતે પાકિસ્તાનને 64 રને પરાસ્ત કર્યું

    June 15, 2026
    ખેલ જગત

    India-Pakistan હાઈવોલ્ટેજ મેચ પહેલા `નો હેન્ડશેક’ વિવાદ

    June 15, 2026
    ખેલ જગત

    India-Afghanistan મેચ બાદ મીડિયાના સવાલો વચ્ચે નીતિશે ઉપાડ્યો માતાનો ફોન

    June 15, 2026
    ખેલ જગત

    Sachin Tendulkar તેના પરિવાર સાથે ફ્લાઇટમાં ક્રિકેટ રમ્યો, વિડિયો વાયરલ

    June 15, 2026
    ખેલ જગત

    FIFA World Cupના બીજા ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીનો જાદુ ચમક્યો; તેણીએ તેના ગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

    June 13, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshiના નાના ભાઈ, ૧૦ વર્ષીય Aashirvadએ સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી, સદી કરી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026

    Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે

    June 15, 2026

    છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy

    June 15, 2026

    મેં મારી જિંદગીને ક્યારેય ‘સંઘર્ષ’ તરીકે નથી જોઈ: Raghubir Yadav

    June 15, 2026

    સ્મૃતિની તોફાની બેટિંગ અને દીપ્તિની ‘પંચ’થી ભારતે પાકિસ્તાનને 64 રને પરાસ્ત કર્યું

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026

    Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.