Mumbaiતા.9
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ મોનીટરી પોલીસીની જાહેરાતમાં રેપો રેટમાં 50 બેઝીસ પોઇન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આમ સતત ત્રીજી વખત ઘટાડો જાહેર થતાં સરવાળે 1 ટકાનો ઘટાડો જાહેર થયો છે. આ ઘટાડાની અસર ઘણા બધા ક્ષેત્રો પર સાનુકૂળ જોવા મળી શકે છે, શેર બજાર પર પણ સાનુકૂળ અસર જ પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
દિવસે દિવસે વ્યાજ દરો ઘટતા ફિક્સ ડિપોઝિટ ધારકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર તરફ વળશે. કારણ કે ફિક્સ ડિપોઝિટ ના વ્યાજદરો હવે આકર્ષક નહીં રહે.બીજી બાજુ લોન ધારકોને એટલે કે હોમ લોન અને ઓટો લોન ધારકોને ઘણો મોટો ફાયદો થશે કારણકે લોનના હપ્તા ઘટશે અને હોમ લોન અને ઓટો લોન વગેરે લોનો સસ્તી થશે.
કોર્પોરેટ્સ ને પણ વ્યાજદરો ઘટતા આશરે કુલ વ્યાજ ના આઠ ટકા સુધીના વ્યાજનો બોજો ઘટશે.કંપનીઓના પરિણામો પર પણ સારી એવી સાનુકૂળ અસર વ્યાજનો બોજો ઘટતા થશે.
એસ.એમ.ઇ માં થયેલા ફેરફારને કારણે નાનો રોકાણકાર નારાજ છે. કારણકે હવે એસ.એમ.ઈ આઈ.પી.ઓ માં બે લોટની અરજી મિનિમમ કરવી પડશે.બે લોટની અરજી ફરજીયાત કરવામાં આવતા અઢી થી ત્રણ લાખની મૂડી લગાવવી ફરજીયાત થશે.જે નાના રોકાણકાર માટે શક્ય નથી. અત્યાર સુધી રિટેલ કેટેગરીમાં ફક્ત એક લોટની અરજી રિટેલ કેટેગરીમાં એસ.એમ.ઈ માં કરવાની થતી હતી. જે હવે મિનિમમ બે લોટની કરવાની રહેશે.
હવે સ્મોલ એચ.એન.આઇ કેટેગરીમાં ત્રણ લોટની અરજી કરવાની થશે. જે અગાઉ ફક્ત બે લોટની અરજી કરવા ની સ્મોલ એચ.એન.આઇ કેટેગરીમાં અરજી થઈ શકતી હતી.તે હવે ચારથી પાંચ લાખ રૂપિયાની અરજી સ્મોલ એચ.એન.આઇ કેટેગરીમાં કરવાની થશે. આમ રિટેલ અને સ્મોલ એચ.એન.આઇ કેટેગરીમાં રોકાણ વધુ કરવું પડશે. જે નાના રોકાણકાર માટે થોડીક મુશ્કેલી કરશે.
જ્યારે એચ એન આઈ કેટેગરીમાં હવે લોટરી સિસ્ટમ થી એલોટમેન્ટ મળવાથી દસ લાખથી વધુની અરજી કરવા વાળા ને એટલે કે એક-બે કરોડની અરજી કરવાથી કોઈ ફાયદો નહીં થાય અને એલોટમેન્ટ માં મોટી અરજીનો કોઈ ફાયદો નહીં રહે. 10 પ્લસ વાળી કેટેગરીમાં મોટી અરજીઓ એટલે કે જે અગાઉ કરોડો રૂપિયાની એક જ અરજી લોકો કરતા હતા, તે હવે ફાયદાકારક નહીં રહે.
જો કે આ નિયમથી એલોટમેન્ટ વધુ લોકોને જશે અને સરવાળે તો નાના રોકાણકારોને ફાયદો થશે એટલે કે એસ.એમ.ઈ ના નવા નિયમથી એક બાજુ ફાયદો થશે તો બીજી બાજુ સાવ નાનો રોકાણકાર વર્ગ એસ.એમ.ઇ આઇપીઓ ભરવાથી બાકાત થશે.નાનો રોકાણકાર એટલે એસ.એમ.ઇ આઇપીઓ નહીં ભરે.કારણકે એકી સાથે અઢીથી ત્રણ લાખનું રોકાણ એક જ કંપનીમાં કરવું પણ મુશ્કેલ બનશે,જોખમી બનશે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર વ્યાજદરોમાં થઈ રહેલો સતત ઘટાડો શેર બજાર માટે સારી નિશાની છે જ પરંતુ સામાન્ય વર્ગ કે જે લોન લઈને વાહનો વસાવે છે કે પોતાના ઘર માટે લોન લઈ રહ્યો છે,તેને પણ ફાયદો થશે એટલે વ્યાજદરોમાં ઘટાડો એક આવકારદાયક પગલું છે