Mumbai,તા.16 ,
ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનિલ છેત્રીએ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના તાલીમ સત્રમાં હાજરી આપી હતી. ત ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેત્રીને તજર્સી ભેટમાં આપી હતી.
ટ્રેનિંગ સેશન દરમિયાન ત ના ઘણા ખેલાડીઓ છેત્રી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. છેત્રીએ મહેલા જયવર્ધને, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને કેપ્ટન હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, અને તેમની શાનદાર કારકિર્દીના અનુભવો શેર કર્યા હતા.
“હું સ્ટેડિયમમાં વારંવાર ગયો નથી, પરંતુ જ્યારે પણ ગયો છું, ત્યારે તે એક અદભુત અનુભૂતિ છે. અહીં આવીને રમતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવી ખૂબ જ સારી વાત છે. હું મુંબઈ ઈન્ડિયન્સ અને તેમના ચાહકોને ફક્ત આ મેચ માટે જ નહીં પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ માટે શુભકામનાઓ પાઠવું છું,”
છેત્રીએ ટીવી પર એક વીડિયોમાં કહ્યું. ત એ IPL 2026 માં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારથી એક પણ મેચ જીતી નથી. તચાર મેચમાં ત્રણ હાર સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

