Porbandar તા.4
પોરબંદરમાં સાડા છ વર્ષ પહેલા એક શખ્સે બેન્ક મેનેજર સાથે મળીને અનુસૂચિત જાતિના સભ્યોને મળવાપાત્ર લોનના મામલે કૌભાંડ આચર્યુ હતુ જેમાં પોરબંદર પોલીસે આ શખ્સ ને સૂરત ખાતેથી પકડી પાડયો છે.
પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન પાછળ રહેતા રામ વેજા ચાવડાને છેતરપીંડી અને એટ્રોસીટીનો ગુન્હો વર્ષ 2019માં નોંધાવ્યો હતો. જેમાં વિગત એવી હતી કે નાના ગૃહઉદ્યોગન માટે પેરેડાઈઝ ફૂવારા પાસે આવેલી આંધ્રબેન્કમાંથી લોન મળે છે તેવી માહિતી મળતા રામ ચાવડા એ એ પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા અને જી.આઈ.ડી.સી. રોડ પર રહેતા રાજુ સાજણ કેશવાલા નામના શખ્સે એવી ખાત્રી આપી હતી કે બે-ત્રણ મહિનામાં લોન મંજૂર થઇ જશે અને કોઈ કાગળમાં સહી લીધી ન હતી તથા બેન્કમાં પણ સાથે લઇ ગયો ન હતો.
ત્યારબાદ તા. 28-6-2019ના આંધબેન્ક ખાતેથી પોસ્ટ મારફતે નોટીસ મળી હતી કે 10 લાખ 38 હજાર 746 રૂા. લોનના ભરવાના થાય છે.બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન સેન્ટીંગ બાબતે લોન લીધેલી છે. નોટીસ જોઇને રામ ચાવડા માનસિક તનાવમાં આવી ગયો હતો કારણે લોનના કોઇ પૈસા બેન્ક તરફ થી કે લોન મંજુર કરાવનાર રાજુ સાજણ કેશવાલા તરફથી મળ્યા ન હતા. જેથી રામ ચાવડા એ તપાસ કરતા સમયના બેન્ક મેનેજર વૈભવ બી. નાલાવાડેલ તથા રાજુ સાજણ કેશવાલાએ ખોટા કેશ કાગળો બનાવીને લોન મંજૂર કરાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આંધ્ર બેન્ક ઓથોરીટીના અધિકારીઓ દ્વારા મેનેજર વૈભવને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
બેન્ક મેનેજર અને તેના વચેટીયા તરીકે કામ કરતા રાજુ સાજણ કેશવાલાએ રામ વેજા ચાવડા સાથે છેતરપીંડી કરીને પૈસા ખાઇ ગયો હતો તેમજ અલગ અલગ લોકો સાથે આ શખ્સ એ 60 લાખ 90 હજાર ની છેતરપીંડી કરી હતી જેથી ફરિયાદીએ બેન્કના મેનેજર વૈભવા નાલાવડેલ અને રાજુ સાજણ કેશવાલા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી તથા એટ્રોસીટીનો ગુન્હો નોંધ્યો હતો. ત્યારે હાલ આ રાજુ સાજણ કેશવાલા નામનો શખ્સ સૂરત ખાતે છે. તેવી બાતમી ના આધારે તેને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે

