Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026Updated:September 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તપાસનો ધમધમાટ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં ૧૧ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તપાસનો દોર જામનગર સુધી પહોંચ્યો છે. આ ફરિયાદના અનુસંધાને ગાંધીનગર પોલીસની તપાસ ટુકડી ગઈકાલે રવિવારે બે-ત્રણ વાહનોના કાફલા સાથે જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરતાં શહેરમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી.

    મેરામણભાઈ પરમારના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ આ બનાવ કુદરતી મૃત્યુનો નહીં પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો હોવાનું જણાવાયું છે. આ અંગે તેમના પુત્ર દેવ પરમારે તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અડાલજ પોલીસ મથકમાં ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવિણભાઈ શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા, કાંતાબેન પ્રવિણભાઈ દોમડિયા અને વિશાલ પ્રવિણભાઈ દોમડિયા સામે ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદમાં જમીન-મિલકતના વ્યવહારો અને નાણાંકીય લેવડદેવડને લઈને મેરામણભાઈને કથિત રીતે માનસિક ત્રાસ તથા વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે. ફરિયાદ મુજબ મેરામણભાઈએ મૃત્યુ પૂર્વે બે અલગ-અલગ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નાણાંકીય વ્યવહારો, મિલકતોના દસ્તાવેજો તથા સંબંધિત વ્યક્તિઓ અંગે વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં નાણાંકીય વ્યવહારો, બેન્ક સ્ટેટમેન્ટ, જમીન-મિલકતોના દસ્તાવેજો, સબ-રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ તથા સુસાઇડ નોટ સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જ તપાસના ભાગરૂપે પોલીસની ટુકડી જામનગર આવી હોવાનું જાણવા મળે છે.

    ગાંધીનગરથી આવેલી પોલીસ ટીમે જામનગર સી-ડિવિઝન પોલીસનો સહયોગ મેળવી આરોપીઓ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા રહેણાક તથા અન્ય સ્થળોએ તપાસ કરી હતી. ખાસ કરીને ખોડિયાર કોલોની નજીકના વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસના કાફલાને જોઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સુકતા સર્જાઈ હતી અને કેટલાક લોકો સ્થળ પર એકત્રિત થયેલા જોવા મળ્યા હતા.

    પોલીસ ટીમે આરોપીઓના રહેણાક, તેમની અવરજવર સાથે સંકળાયેલા સ્થળો તથા અન્ય જરૂરી સ્થળોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયેલા તમામ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ તે સમયે જામનગરમાં હાજર ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.

    આ ઉપરાંત પોલીસે સ્થળ પર હાજર કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને પ્રકરણને લગતી જરૂરી પ્રાથમિક માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. દસ્તાવેજો અને અન્ય વિગતો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પોલીસની ટીમ વધુ તપાસ માટે પરત રવાના થઈ હોવાનું જાણવા મળે છે.

    અડાલજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જામનગર શહેર ઉપરાંત નાઘેડી નગરસીમ તથા રાવલસર ગામની સીમમાં આવેલી આશરે ૨૮ જમીન-મિલકતોના વ્યવહારો અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદી પક્ષના દાવા મુજબ બેન્ક સ્ટેટમેન્ટ, સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો તથા અન્ય નાણાંકીય રેકોર્ડની તપાસમાં રૂ. ૧૫૩ કરોડથી વધુની મિલકતોના વ્યવહારો અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ તમામ વ્યવહારોની હકીકત હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.

    સુસાઇડ નોટમાં નંદવિજ્ઞાન નિકેતન સ્કૂલની મિલકતના વ્યવહાર અંગે પણ ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નાણાંકીય રોકાણ સામે સિક્યુરિટી તરીકે મિલકતમાં હિસ્સેદારીના દસ્તાવેજો કરાવવામાં આવ્યા બાદ વધુ નાણાંની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. આ મુદ્દે પણ પોલીસ દ્વારા દસ્તાવેજો અને નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

    ગાંધીનગર પોલીસની ટીમના જામનગર આગમનથી મેરામણભાઈ પરમાર મૃત્યુ પ્રકરણમાં તપાસનો દોર વધુ ગંભીર બન્યો હોવાની ચર્ચા બિલ્ડર તથા વેપારી વર્તુળોમાં જોવા મળી રહી છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને સમગ્ર નાણાંકીય વ્યવહારો અંગેની વાસ્તવિક હકીકત પોલીસની આગળની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar નજીક બે વાહન અકસ્માતમાં બે ના મોત
    Next Article ICCએ શ્રીલંકાને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો છીનવી લીધા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ, ધોકા, પાઇપ અને છરીથી હુમલો, ત્રણને ઈજા

    October 15, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 12:30
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.