Gir Somnath તા.1
પેન્શન મેળવતા ગીર સોમનાથ જિલ્લાના પેન્શનરોને પેન્શન શરૂ રાખવા માટે 1 મે થી 31 જુલાઇ 2026 સુધીમાં વાર્ષિક હયાતી ખરાઇ કરાવવી અનિવાર્ય છે. આ અંગે વિગતો આપતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પેન્શનરોને દર વર્ષે તેમનું પેન્શન શરૂ રાખવા માટે બેંકમાં તેમની હયાતિની ખરાઇ કરવા માટે જવું પડે છે.
જીવન-પ્રમાણ એપ્લીકેશન દ્વારા ખરાઇ કરાવવી પડે છે.વધુમાં એમણે ઉમેર્યું હતું કે, હયાતિ ખરાઇ કરાવવા બેંક અને જીવનપ્રમાણ એપ્લીકેશન સિવાય પેન્શનરોની ઘરઆંગણે હયાતિની ખરાઇ થઇ શકે તે માટે સરકારના નાણાં વિભાગ અને ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટસ્ બેંક વચ્ચે થયેલા એમ.ઓ.યુ. મુજબ પેન્શનરોને ડિજીટલ જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જ મળી રહે તે માટે તેમના વિસ્તારના પોસ્ટ વિભાગના પોસ્ટમેન તથા ગ્રામ ડાક સેવક દ્વારા તા.01/05/2026 થી તા.31/07/2026 સુધી પેન્શનરોના ઘરે જઇને નિશુલ્ક હયાતિની ખરાઇ કરી આપવામાં આવશે.

