Gandhinagar,,તા.૨૬
ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને ત્રણ આઇએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો કર્યા છે. જેમાં ગાંધીનગરને નવા કલેક્ટર મળ્યા છે. મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેને ગાંધીનગર કલેક્ટર તરીકે નિમણૂક અપાઇ છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને ત્રણ આઇએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો કર્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર રવીન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જે. એન. વાઘેલા પાસેથી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે.અમરેલીના ડીડીઓ તરીકે કાર્યરત પી. બી. પંડ્યાની બદલી જામનગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
નડિયાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકીને હવે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી કે. એસ. યાજ્ઞિક આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે

