Mumbai,તા.10
એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો કર્યો છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં.
જોકે, ૨૦૨૨માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં વળતર તથા જાહેર માફીની માગણી કરી છે. આ ઉપરાંત મુસ્કાનને તેની વિરુદ્ધ કોઈપણ નિવેદન કે સોશિયલ મીડિયા પોસ્ટ નહિ કરવાના આદેશની પણ માગણી કરી છે.

