New Delhi,તા.05
ક્લાઈમેટ ચેન્જના કારણે 2026 ફીફા કપની લગભગ દરેક મેચમાં રમત ધીમી પડવાનું અને ખેલાડીઓની રમત પર અસર પડવાનું જોખમ વધી ગયું છે. 104 મેચોમાંથી 97 મેચોમાં તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ જવાની શક્યતા છે. આ એ તાપમાન છે જેના પર ખેલાડીઓની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. આ રિપોર્ટ બુધવારે `ક્લાઈમેટ સેન્ટ્રલ’ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોવા પર ખેલાડીઓ ઓછા સ્પ્રિન્ટ લગાવે છે, ઓછું અંતર કાપે છે અને તેમને રિકવરીમાં વધુ સમય લાગે છે. આની અસર ખેલાડીઓની ફિટનેસ અને સુરક્ષાની સાથે મેચની ગતિ, રણનીતિ અને રમત પર પડે છે.
ક્લાઈમેટ સેન્ટ્રલના જણાવ્યાં અનુસાર, રમતને પ્રભાવિત કરનારી ગરમીની શક્યતા વધી ગઈ છે. લગભગ 50 ટકા મેચોમાં આવી ગરમી પડવાની શક્યતા 50 ટકા કે તેથી વધુ છે.
આમાંથી 26 મેચોમાં જળવાયું પરિવર્તને આ જોખમને ઓછામાં ઓછું 10 ટકા વધારી દીધું છે. સૌથી વધુ અસર 26 જૂને ગ્વાડલઝારામાં રમાનારી ઉરુગ્વે અને સ્પેન વચ્ચેની મેચ પર પડવાની સંભાવના છે. આ મેચમાં ખેલાડીઓની પરફોર્મન્સને પ્રભાવિત કરનારી ગરમીની શક્યતા 70 ટકા છે. આ ક્લાઈમેટ ચેન્જના કારણે 37 ટકા વધુ થઈ ગઈ છે.

