Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ઓટો સમાચાર»હોન્ડા મોટરસાઇકલ Shine 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું
    ઓટો સમાચાર

    હોન્ડા મોટરસાઇકલ Shine 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે તેના ટુ-વ્હીલર લાઇનઅપને અપડેટ કરી રહી છે. Activa 125, SP125, SP160, Livo અને Unicornને અપડેટ કર્યા પછી, કંપનીએ ​13 ફેબ્રુઆરી Shine 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે.

    કંપનીએ 125cc કોમ્યુટર મોટરસાઇકલના એન્જિનમાં OBD2B ઉત્સર્જન ધોરણો અનુસાર ફેરફારો કર્યા છે. આ બાઇકમાં હવે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇક E-20 પેટ્રોલ પર પણ ચાલશે.

    કંપનીએ આ બાઇકને બે વેરિઅન્ટમાં રજૂ કરી છે. એલોય વ્હીલ્સ સાથેના તેના ફ્રન્ટ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 84,493 રૂપિયા છે અને એલોય વ્હીલ્સ સાથેના ફ્રન્ટ ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 89,245 રૂપિયા છે. 125 cc કોમ્યુટર મોટરસાયકલ સેગમેન્ટમાં, હોન્ડા શાઇન 125 હીરો ગ્લેમર એક્સટેક, હીરો સુપર સ્પ્લેન્ડર, ટીવીએસ રાઇડરને ટક્કર આપશે.

    ડિઝાઇન: 6 નવા કલર ઓપ્શન સાથે સ્ટાઇલિશ ગ્રાફિકલ એલિમેન્ટ હોન્ડા શાઇન 125 ખૂબ જ ખાસ કોમ્યુટર ડિઝાઇન અને સ્પોર્ટીનેસ ધરાવે છે. તેમાં સ્ટાઇલિશ ગ્રાફિકલ એલિમેન્ટ છે, જે ટાંકીથી લઈને ટેઈલના ભાગ સુધી અને બોડી પેનલ્સ સુધી પણ દેખાય છે. ફ્રન્ટ હેડલાઇટ કાઉલ અને પાછળના એક્ઝોસ્ટ કવર પર ક્રોમ એક્સેન્ટ આપવામાં આવ્યા છે. બાઇકમાં લાંબી સિંગલ-પીસ સીટ છે જેમાં છેડે બોડી-કલર ગ્રેબ રેલ છે. આ બાઇક 6 નવા કલર ઓપ્શન સાથે આવે છે – પર્લ ઇગ્નિયસ બ્લેક, જેની ગ્રે મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, રેબેલ રેડ મેટાલિક, ડીસેન્ટ બ્લુ મેટાલિક અને પર્લ સાયરન બ્લુ.

    શાઇન 125 બોડી ડાયમેન્શન

    લેન્થ2046mm
    વિડ્થ737mm
    હાઈટ1116mm
    વ્હિલ બેઝ1285mm
    ગ્રાઉન્ડ ક્લિયરન્સ162mm
    કર્બ વેઈટ113kg
    સીટ લેંથ651mm
    સીટ હાઈટ791mm

    પર્ફોર્મન્સ: સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ સાથે 123.94 cc સિંગલ-સિલિન્ડર એન્જિન નવી હોન્ડા શાઇન 125 હવે 123.94 cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, OBD2B કંપ્લાયંટ એન્જિન છે, જે 10.63 hp પાવર અને 11 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ બાઇકમાં હોન્ડાની આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ પણ છે, જે બાઈક ઊભું રહે ત્યારે બાઇકને બંધ કરે છે અને થ્રોટલના ટ્વિસ્ટ સાથે તેને ફરીથી શરૂ કરે છે. આનાથી માઇલેજમાં સુધારો થાય છે. તેમાં સાયલન્ટ ઇગ્નીશન માટે ACG (અલ્ટર્નેટીંગ કરંટ જનરેટર) સ્ટાર્ટર પણ છે.

    હાર્ડવેર: 18-ઇંચ એલોય વ્હીલ્સ અને કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ શાઇન 125માં આરામદાયક સવારી માટે 5-સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબિલિટી સાથે ટેલિસ્કોપિક ફોર્ક અને ટ્વીન-શોક એબ્સોર્બર્સ છે. આ બાઇક 18-ઇંચના એલોય વ્હીલ્સ પર ચાલે છે, જેમાં આગળના ભાગમાં 80-સેક્શન ટ્યુબલેસ ટાયર અને પાછળના ભાગમાં નવું અને પહોળું 90-સેક્શન ટ્યુબલેસ ટાયર છે, જે તેની સ્થિરતામાં વધારો કરે છે. બ્રેકિંગ માટે, ડિસ્ક વેરિઅન્ટમાં 240mm ફ્રન્ટ ડિસ્ક અને ડ્રમ વેરિઅન્ટમાં 130mm ફ્રન્ટ ડ્રમ બ્રેક છે. બાઇકમાં બંને વેરિઅન્ટમાં 130mm રીઅર ડ્રમ બ્રેક છે, જે વધુ સલામતી માટે CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) સાથે આવે છે.

    ફિચર્સ: સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ બાઇકમાં હવે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે, જે સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપમીટર, ફ્યુઅલ ગેજ, ગિયર પોઝિશન ઇન્ડિકેટર, રીઅલ-ટાઇમ ફ્યુઅલ ઇકોનોમી, ડિસ્ટેંસ ટૂ એમ્પ્ટી અને પાવર મોડ ઇન્ડિકેટરના રીડઆઉટ્સ દેખાડે છે. આ ઉપરાંત, બાઇકમાં સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ ફીચર અને UBS ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

    Honda Motorcycles
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ઓટો સમાચાર

    Toyota Fortuner and Legend ભારતમાં 3 લાખ ગાડીઓ વેચવાની નોંધપાત્ર ઉપલબ્ધી હાંસલ કરી

    June 5, 2025
    ઓટો સમાચાર

    JSW MG મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં વિન્ડસર EVનું નવું એક્સક્લુઝિવ પ્રો વેરિઅન્ટ લોન્ચ

    May 30, 2025
    ઓટો સમાચાર

    Tata Harrier EV 3 એક વખત ચાર્જ કરતાં જ મળશે 500 કિમીની રેન્જ

    May 27, 2025
    ઓટો સમાચાર

    KTM બાઈકના ભાવમાં ₹15,000 સુધીનો વધારો

    May 26, 2025
    ઓટો સમાચાર

    Jaguar Land Roverએ નાણાકીય વર્ષ 2025માં 1.15 લાખ યુનિટ વેચીને રેકોર્ડ બનાવ્યો

    May 15, 2025
    વ્યાપાર

    નવી કરતાં સેકન્ડ હેન્ડ કારની બોલબાલા વધી

    May 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.