Washington,તા.08
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ ફરી એક વખત સંકટમાં મુકાયુ છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટોના વાતાવરણ વચ્ચે ઈરાન દ્વારા `વિજય’ પોસ્ટની આકરી ટીકા કરી હતી તો બીજી તરફ ચેતવણી આપી હતી કે જો કોઈ સમજુતી નહી થાય તો ફરી એક વખત લશ્કરી આક્રમણ થશે.
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝના જળમાર્ગ ક્ષેત્રમાં પણ અથડામણ થઈ છે. પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝના જળમાર્ગ માંથી પસાર થતા અમેરિકી નૌકાદળના કાફલાની ત્રણ ડિસ્ટ્રોયર (વિનાશીકા) પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતું.
જો કે આ ડિસ્ટ્રોયર ને કંઈ નુકશાન થયુ નથી પણ હુમલો કરનાર ઈરાની ડ્રોનને હવામાંજ તોડી પાડવામાં આવ્યા હતા અને ત્રણેય ડિસ્ટ્રોયર સલામત રીતે હોર્મુઝ યાદ કરી ગયા છે. અમેરિકા સાથેની યુદ્ધ વિરામની વાતચીતમાં એક જ પ્રકારનું વલણ અપનાવવા બદલ ટ્રમ્પે ઈરાની નેતૃત્વની ટીકા કરી હતી અને ધમકી આપી કે જો સમજુતી થશે નહી તો ફરી લશ્કરી પગલું લેવામાં આવશે.
ટ્રમ્પે જણાવ્યું કે કોઈ સામાન્ય દેશ હોત તો અમારી ડિસ્ટ્રોયરને પસાર થવા દીધી હોય પણ ઈરાન સામાન્ય નથી. જો તમો ઝડપથી સમજુતી નહી કરે તો અમો તેના પર વધુ આક્રમક હુમલા કરીશુ. જો કે ઈરાને દાવો કર્યો છે કે પહેલા અમેરિકી દળોએ હુમલો કર્યો હતો. અમોએ તેને જવાબ આપ્યો છે.
ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું કે તેમના ખુબ જ સુંદર ડ્રોનને સમુદ્રમાં ડુબાડી દીધા છે. જે રીતે કોઈ પતંગીયાને કબ્રમાં દાટી દીધુ હોય તે રીતે આ થયુ છે. બીજી તરફ હોર્મુઝના તનાવ યથાવત રહ્યા છે અને ક્રુડતેલ ફરી 100 ડોલરને પાર કરી ગયુ છે.
યુએઈએ પણ દાવો કર્યો કે શુક્રવારે તેના પર મિસાઈલ ડ્રોન હુમલાને તોડી પડયા હતા. આ દરમ્યાન ઈરાનના પ્રથમ વાઈસ પ્રેસીડેન્ટ મોહમ્મદ રઝાએ દાવો કર્યો કે ઈરાન બહુ જલ્દી અમેરિકા અને ઈઝરાયેલ સામે મહાન વિજયની ઉજવણી કરશે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ એક પોસ્ટમાં હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તેણે દાવો કર્યો છે.

