New Delhi, તા.૨
અમેરિકામાં વચગાળાની ચૂંટણી રાષ્ટ્રપતિ Donald Trump અને તેની સરકાર માટે નવી મુશ્કેલી સર્જાી છે. ૈંઝ્રૈંઝ્રૈં બેન્કના અહેવાલ પ્રમાણે જો ડેમોક્રેટ્સે સંસદના બે ગૃહમાં બહુમતી હાંસલ કરવા માટે સરકારની નીતિઓ પર દેખરેખ તથા પ્રશ્ન-જવાબ વધી શકે છે.તેનાથી કંપની માટે ટેરિફ અને વ્યાપાર સાથે સંકળાયેલ અનિશ્ચિતતા બની શકે છે.
અહેવાલમાં અમેરિકામાં સરકારી કામકાજ બંધ થવા તથા દેશના દેવાને લઈ મર્યાદાને લઈ ટકરાવની આશંકા વ્યક્ત કરી છે.ૈંઝ્રૈંઝ્રૈં બેંકના અહેવાલ પ્રમાણે ડેમોક્રેટ્સને ેંજી કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવવાની ૬૩ ટકા શક્યતા છે. અહેવાલમાં વ્યક્તિગત ચેમ્બરમાં તેમની જીતની શક્યતા નીચે મુજબ આપવામાં આવી છેઃ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જીતની ૯૦.૯ ટકા શક્યતા, સેનેટમાં જીતની ૬૪ ટકા શક્યતા અને એકંદરે બંને ગૃહોમાં જીતની ૬૩ ટકા શક્યતા છે.અહેવાલ પ્રમાણે ડેમોક્રેટ્સે જીત અગાઉ ટ્રમ્પ સરકારની વર્તમાન ટેરિફ વ્યવસ્થા આપમેળે જ ખતમ નહીં થાય. ડેમોક્રેટ્સ કેટલાક ટેરિફની સમીક્ષા કરવા અથવા રાષ્ટ્રપતિની ટેરિફ લગાવવાની શક્તિને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે તેમાં મુશ્કેલ આવી શકે છે, કારણ કે રાષ્ટ્રપતિ કોઈ કાયદાકીય વિટો કરી શકે છે. આ ઉપરાંત તેની પાસે કેટલાક એવા અધિકાર પણ છે જે અંતર્ગત ટેરિફ લગાવી શકે છે.

