Junagadh તા.21
વંથલીના મોટા કાજલીયાડા ગામે રાત્રીના સમયે જમાઈએ ઘરમાં પ્રવેશી પત્ની-સસરા-સાસુની હત્યા કરવાની કોશીષ કી છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મોટા કાજલીયાડા ગામે પરણીતા જયશ્રીબેન નીતીનભાઈ પરમારની ફરીયાદ મુજબ તેમના ગામના નીતીન ધનજી પરમાર સાથે લગ્ન થયા હતા. છેલ્લા ચાર માસથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રીસામણે આવેલ પત્ની જયશ્રીબેન તેના પતિ નીતીન સાથે છુટાછેડા લેવા માંગતા હોય જયારે તેનો પતિ છુટાછેડા ન લેવા માંગતો હોય અને તેડી જવા માંગતો હોય જે બાબતે માથાકૂટમાં 20/4ની રાત્રીના બે વાગ્યે ઘરમાં પ્રવેશી જયશ્રીબેન અને તેના સંતાનો ભર ઉંઘમાં હતા.
ત્યારે અવાજ આવતા જયશ્રીબેન જાગી જતા તેનો પતિ નીતીન કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહી નીતીન પાસે છરી હતી તે જયશ્રીબેનના ગુપ્તાંગ અને સાથળમાં ગંભીર ઘા ઝીંકયા હતા.
દીકરીની બૂમો સાંભળી જયશ્રીબેનના પિતા જીવણભાઈ છોડાવવા વચ્ચે પડેલ સાસુ શારદાબેન પણ આવી જતા બન્ને ઉપર છરી વડે હુમલો કરી લોહીલોહાણ કરી સાથળમાં બન્ને સાસુ સસરાને ગંભીર ઈજા કરી લોહીલોહાણ કરી દેતા ત્રણેયને સારવાર માટે જુનાગઢ સિવિલમાં 108માં લઈ જવાયા હતા. હુમલો કરી આરોપી જમાઈ નીતીન ભાગી છુટયો હતો.
આ અંગે પત્ની જયશ્રીબેને પતી નીતીન ધનજી પરમાર સામે ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસ સબ ઈન્સપેકટર ડી.સી. માઢકે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

