Washington તા.24
અમેરિકા અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામ લંબાવ્યા પછી પણ હવે નવા યુધ્ધની તૈયારીના હાકલા-પડકારા ચાલી રહ્યા છે અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ઇરાન પર હુમલો કરવાની ધમકી આપતા ઇરાને વળતા જવાબમાં કહ્યું કે અમારે ક્યાં હુમલા કરવા તે યાદી તૈયાર છે, અમેરિકી પ્રેસીડન્ટે જણાવ્યું કે ઇરાન સમજુતી કરવા માંગે છે પણ ત્યાં નેતૃત્વનો પ્રશ્ન છે. પરંતુ મારે કોઇ ઉતાવળ નથી છતાં ઇરાન જો સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર જ છે.
બીજી તરફ ઇરાને વળતો જવાબ આપતા કહ્યું કે અમે હોર્મુઝ જળ માર્ગ જ્યાં સુધી અમેરિકી નાકાબંધી ચાલુ છે ત્યાં સુધી ખોલસું નહીં પરંતુ આ જળ માર્ગ પર કોઇનો કબ્જો પણ કરવા દેશું નહીં. અમેરિકાની ધમકી પર ઇરાને જણાવ્યું કે જો અમારા પર હુમલા થશે તો વળતો જવાબ આપવા માટે અમે ક્યાં ક્યાં હુમલા કરવા તે યાદી તૈયાર રાખી છે.

