New Delhi,તા.10
ભારતીય સેના ટૂંક સમયમાં નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રક્ષા મંત્રાલય ચીન અને પાકિસ્તાન સરહદ પર તેહનાત કરવા માટે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM)ની ત્રણ રેજિમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યું છે. આ ડીલ 30 હજાર કરોડ રૂપિયાનો હશે.
ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) સેનાના એર ડિફેન્સ સિસ્ટમ સમાવવામાં આવશે. આ મિસાઇલ સિસ્ટમ ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર તહેનાત કરાશે. જૂનના ચોથા અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની એક બેઠક યોજાવાની છે, જેમાં આ તેને મંજૂરી મળી શકે છે. આનાથી ભારતની સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બનશે.
ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ દિવસ અને રાત બંને સમયે કામ કરી શકે છે, તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ડિફેન્સ સિસ્ટમને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.
22મી એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે છઠ્ઠી અને સાતમમી મેની રાત્રે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેમને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેનાની L-70 અને Zu-23 ગન, તેમજ વાયુસેનાની સ્પાઇડર અને S-400 સુદર્શન સિસ્ટમોએ મળીને આ હુમલાઓને અટકાવ્યા.ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાને ટૂંક સમયમાં નવી રડાર મશીનો, ટૂંકા અંતરની મિસાઇલો, જેમર અને લેસર સિસ્ટમ મળશે, જેથી તુર્કી અને ચીન જેવા દેશોમાંથી આવતા ડ્રોન ખતરાઓનો સરળતાથી સામનો કરી શકાય.