Chennai, તા.25
અક્ષર પટેલ સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મંગળવારે નેટ સેશન દરમિયાન પરસેવો પાડ્યો હતો. અક્ષરે લગભગ 30 મિનિટ સુધી પોતાની સ્પિન બોલિંગને સંપૂર્ણ બનાવવામાં વિતાવી, જે ઝિમ્બાબ્વે સામેની ભારતની ‘કરો યા મરો’ મેચનો સંકેત આપે છે.
દક્ષિણ આફ્રિકા સામેની હારથી ભારત માટે સુપર આઠની બાકીની બંને મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. ભારત ગુરુવારે ઝિમ્બાબ્વે સામે રમશે. તેના બે મુખ્ય બેટ્સમેન, ઓપનર તાડી મારુમાની અને નંબર ચાર રેયન બર્લ, ડાબોડી છે.
કોચ ગૌતમ ગંભીરે પ્રેકિ્ટસ દરમિયાન ખેલાડીઓને ટિપ્સ પણ આપી હતી. તેમણે નેટ સેશન દરમિયાન ખેલાડીઓ પર સતત નજર રાખી હતી. ઇશાન કિશન પોતાની બેટિંગ પર ખૂબ ધ્યાન રાખ્યું હતું, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા અને અન્ય ખેલાડીઓ પણ પરસેવો પાડતા જોવા મળ્યા હતા.
અક્ષર સુપર એઈટ અને તેનાથી આગળની મેચો માટે પસંદગીનો દાવેદાર છે, કારણ કે તે સ્ટમ્પ્સને નિશાન બનાવવાની ક્ષમતા માટે જાણીતો છે. અત્યાર સુધીની ત્રણ મેચોમાં તેને સરેરાશ 12.16 અને 6.63 ના ઇકોનોમી રેટથી છ વિકેટ લીધી છે.
ઝિમ્બાબ્વે સામેની મેચ માટે ચેપોકની પીચ લાલ અને કાળી માટીનું મિશ્રણ હોવાની અપેક્ષા છે, જેમાં વધુ કાળી માટી હશે, જેનાથી બેટ્સમેનોને મોટા શોટ રમવાની સ્વતંત્રતા મળશે. આવી પરિસ્થિતિઓમાં, અક્ષર નું મહત્વ વધી જાય છે.
ઈમરજન્સીના કારણે રિંકુ પરત ફર્યોઃ ભારતીય બેટ્સમેન રિંકુ સિંહ મંગળવારે કૌટુંબિક ઈમરજન્સી ના કારણે તે ઘરે પરત ફર્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે તે પ્રેકિ્ટસ સેશનમાં હાજર રહ્યો ન હતો. તેના પિતા ખાનચંદ સિંહ ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. રિંકુની વાપસી ઝિમ્બાબ્વે સામે તેની ભાગીદારી શંકાસ્પદ બનાવે છે.

