Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian Stock Market મજબૂત સ્થિતિમાં…!!!
    વ્યાપાર

    સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian Stock Market મજબૂત સ્થિતિમાં…!!!

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

                     By Ravi Bhatt – SEBI

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં મજબૂત વૈશ્વિક સંકેતો અને પ્રથમ ત્રિમાસિકના સકારાત્મક કોર્પોરેટ પરિણામોની અસર હેઠળ તેજીભર્યો પ્રારંભ નોંધાયો હતો. શરૂઆતના કારોબારમાં મુખ્ય સૂચકાંકોએ ઉછાળો નોંધાવ્યો હતો. જોકે ઊંચા ભાવસ્તરે નફાવસૂલી, પસંદગીના લાર્જકેપ શેરોમાં વેચવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સાવચેત અભિગમને કારણે દિવસના ઉત્તરાર્ધમાં તેજી ધીમી પડી હતી. તેમ છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી અને એસ.આઈ.પી. દ્વારા મળતા મજબૂત નાણાંપ્રવાહના કારણે બજારે નોંધપાત્ર સ્થિરતા જાળવી રાખી હતી. દિવસના અંતે બજાર અસ્થિર વધઘટ વચ્ચે બંધ રહ્યું, જે દર્શાવે છે કે બજારની લાંબા ગાળાની દિશા હજુ પણ હકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ યથાવત્ છે.

    સેન્સેક્સમાં શરૂઆતથી જ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી, જેના કારણે સૂચકાંકમાં નોંધપાત્ર તેજી નોંધાઈ હતી. જોકે દિવસના બીજા ભાગમાં લાર્જકેપ શેરોમાં નફાવસૂલી વધતા શરૂઆતનો મોટાભાગનો વધારો ઘટી ગયો હતો. તેમ છતાં સૂચકાંક મહત્વના આધાર સ્તરો ઉપર સ્થિર રહ્યો હતો, જે બજારની આંતરિક મજબૂતી દર્શાવે છે.

    નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં ખરીદદારોનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ ઉપરના અવરોધ સ્તરો નજીક સતત નફાવસૂલી અને વેચવાલીના દબાણને કારણે તેજી મર્યાદિત રહી હતી. મહત્વના સપોર્ટ લેવલ ઉપર બજાર ટકી રહેતાં આગામી સત્રોમાં ફરી ખરીદી જોવા મળવાની શક્યતા યથાવત્ છે. જોકે ઊંચા સ્તરે વોલેટિલિટી ચાલુ રહેવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

    સ્થાનિક સ્તરે એસ.આઈ.પી. દ્વારા સતત આવતો મજબૂત નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સક્રિય ખરીદી, સરકારના મૂડી ખર્ચમાં વધારો, મજબૂત મેક્રો આર્થિક પરિબળો તથા પ્રથમ ત્રિમાસિકના પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોએ બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારોએ ઉપરના સ્તરે સાવચેત અભિગમ અપનાવ્યો હતો.

    વૈશ્વિક બજારોમાંથી મળેલા હકારાત્મક સંકેતોના કારણે ભારતીય બજારમાં મજબૂત શરૂઆત જોવા મળી હતી. અમેરિકન તથા એશિયન બજારોમાં સુધારો, ક્રૂડ ઓઇલના સ્થિર ભાવ અને વૈશ્વિક જોખમભાવનામાં સુધારાએ રોકાણકારોની ભાવનાને ટેકો આપ્યો હતો. જોકે અમેરિકાની વ્યાજદર નીતિ, ડોલરની વધઘટ તથા ભૂરાજકીય અનિશ્ચિતતા હજુ પણ રોકાણકારોની સાવચેતીનું મુખ્ય કારણ બની રહી છે.

    આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટો અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં શરૂઆતમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. જ્યારે દિવસના ઉત્તરાર્ધમાં મેટલ, રિયલ્ટી અને કેટલાક લાર્જકેપ શેરોમાં નફાવસૂલીનું દબાણ નોંધાયું હતું. બીજી તરફ ફાર્મા, પાવર અને ડિફેન્સ સેક્ટરે સમગ્ર દિવસ દરમિયાન તુલનાત્મક રીતે મજબૂત પ્રદર્શન કર્યું હતું.

    તેજી તરફી કારણો :-

    આજની શરૂઆતની તેજી પાછળ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો, પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં મજબૂત ખરીદી, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ભાગીદારી, એસ.આઈ.પી. દ્વારા સતત આવતો નાણાંપ્રવાહ, સ્થિર ક્રૂડ ઓઇલના ભાવ તેમજ ભારતના મજબૂત આર્થિક પાયા મુખ્ય આધારરૂપ રહ્યા હતા. આ તમામ પરિબળોએ બજારની અંદરની મજબૂતી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

    સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સતત નેટ ખરીદી દ્વારા બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પસંદગીયુક્ત અભિગમ અપનાવતા મર્યાદિત વેચવાલી નોંધાવી હતી. સ્થાનિક નાણાંપ્રવાહ હજુ પણ ભારતીય બજાર માટે સૌથી મજબૂત આધારરૂપ પરિબળ તરીકે યથાવત્ રહ્યો છે.

    કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિરથી નરમ રહેતા ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહતની સંભાવના યથાવત્ રહી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે મર્યાદિત માંગ જોવા મળી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હતું. સ્થિર ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ, એવિએશન તથા કેમિકલ ક્ષેત્ર માટે અનુકૂળ રહ્યા હતા.

    ભાવિ દિશા :-

    ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક રહ્યો છે, પરંતુ ટૂંકા ગાળામાં ઊંચા સ્તરે વોલેટિલિટી અને નફાવસૂલી યથાવત્ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, એફઆઈઆઈ અને ડીઆઈઆઈની પ્રવૃત્તિ, વૈશ્વિક બજારોનું વલણ, અમેરિકાની વ્યાજદર નીતિ, ડોલરની દિશા તથા ક્રૂડ ઓઇલના ભાવ બજારની ચાલ માટે નિર્ણાયક પરિબળ બનશે. જો મુખ્ય સૂચકાંકો મહત્વના સપોર્ટ લેવલ ઉપર સ્થિર રહેશે તો બજારમાં ફરી તેજીનું વલણ મજબૂત બની શકે છે. જોકે ઉપરના અવરોધ સ્તરો નજીક નફાવસૂલીનું દબાણ ચાલુ રહેવાની સંભાવના હોવાથી રોકાણકારોએ ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર રોકાણ તથા જોખમ વ્યવસ્થાપન સાથે પસંદગીયુક્ત અભિગમ જાળવવો યોગ્ય રહેશે.

    તા.૨૮.૦૭.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૭.૦૭.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૦૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ( ૧૭૭૧ ) :- પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૪૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૮ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેક્નોલોજીઝ ( ૧૨૮૯ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૨૩૬ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૪૮ થી રૂ.૧૨૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૦૦૪ ) :- રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૩ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ભારતી એરટેલ ( ૧૯૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • એક્સિસ બેંક ( ૧૨૨૮ ) :- રૂ.૧૨૪૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઝાયડસ લાઇફસાયન્સિસ ( ૧૧૦૭ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૩૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઇન્ફોસિસ ( ૧૦૭૮ ) :- રૂ.૧૦૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૪૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
    • એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ( ૧૦૫૧ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
    •                  By Ravi Bhatt – SEBI
    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજો Tej Pratap, તેમના ધારાસભ્યો અને વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે તો મોટું આંદોલન શરૂ કરાશે: તેજસ્વી યાદવ
    Next Article 28 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    Uncategorized

    Indian stock marketમાં નકારાત્મક માહોલ, વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026
    અન્ય રાજ્યો

    Sachin Tendulkarએ લોનાવાલામાં રૂા. 70 કરોડમાં 4 એકર જમીન ખરીદી

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Samsung ભારત 25% સ્ટાફને છુટો કરશે

    September 8, 2026
    રાષ્ટ્રીય

    દુનિયામાં વધ્યાં અમીરો, પણ ભારતમાં અબજોપતિઓની રફતાર ધીમી પડી

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Petrol વાહનો છોડી લોકોએ અન્ય ઈંધણવાળા વાહનોની ખરીદી શરૂ કરી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-09-2026 09:45
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.