Junagadh,તા.17
માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતી મુસ્લિમ પરિણીતાને તેના પતિએ તલાક બોલી દહેજની માંગણી સાથે લાકડીથી માર મારી સાસરીયાઓએ દુ:ખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
માંગરોળ હાઉસીંગ સોસાયટી ઇન્દિરાનગર ખાતે રહેતો રજાક હાજી ખલીફાએ તેમના પત્નિ ઉમઝાબેનને માનસિક, શારિરીક દુ:ખત્રાસ આપી ગાળો ભાંડી લાકડીઓ અને ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી ત્રણ વખત તલાક..તલાક…તલાક બોલી મુસ્લિમ શરીયત કાનુન મુજબ ત્રીપલ તલાક આપી ઉપરાંત વાંરવાર દહેજની રૂા.25 હજારની માંગણી કર્યાની ફરિયાદ પતિ રજાક ખલીફા, સસરા હાજીભાઇ, સાસુ રાખીયાબેન અને મામીજીસાસુ હાજરાબેન જડી સામે ફરિયાદ નોંધાવતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉઝમાબેનના પિતા ઇબ્રાહીમ પઠાણ (રહે. હાઉસીંગ સોસાયટી માંગરો) ખાતે રહે છે.
સગીરાનું અપહરણ
મુળ દાહોદ જિલ્લાના મોટા સલરા ગામના રહીશ હાલ વિસાવદરના ઢેબર ગામે રહી મજુરી કામ કરતા આદિવાસી ભીલની 15 વર્ષ છ માસની દિકરીને આરોપી રાહુલ ભુરા ગરાસીયા (રહે. મોટા નઢુવા, તા. સુખસર, જી. દાહોદ)એ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવતા વિસાવદર પોલીસ સબ ઇન્સ. પી.જે. વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

