Mumbai,તા.20
સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી IPL સીઝનની શરૂઆતની મેચો માટે ઇશાન કિશનને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પીઠની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેના કારણે તે શરૂઆતની મેચો રમશ નહીં.
ફ્રેન્ચાઇઝીએ અભિષેક શર્માને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઇશાન જાન્યુઆરી પહેલા થી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની જીત તેના માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેણે તે જીતમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેનાથી તેને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું અને સાથે ભારતની જીતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી.
યાનસેન મોડો આવશે
પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાનસેન પહેલા IPL ટીમમાં જોડાવાના નિર્ણયને સ્વીકારી લીધો છે. જાન્સેન એવા ખેલાડીઓમાંનો એક હતો જે T20 વર્લ્ડ કપ પછી યુદ્ધની સ્થિતિને કારણે સમયસર ઘરે પરત ફરી શક્યા ન હતા.
રોહિત શર્મા ટીમ સાથે જોડાયો
મુંબઈઃ ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ IPL ની નવી સીઝન પહેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI) સાથે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમમાં જોડાયા પછી, તેણે પ્રેકિ્ટસ સેશનમાં ભાગ લીધો અને પોતાના આક્રમક શોટ્સનું પ્રદર્શન કર્યું.
MI ના સૌથી સફળ ખેલાડીઓમાંના એક રોહિતે ટીમને અનેક ખિતાબ અપાવ્યા છે. ટીમે સત્તાવાર રીતે તેનો પ્રી-સીઝન પ્રેકિ્ટસ સેશન શરૂ કરી દીધુ છે, જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને અને સપોર્ટ સ્ટાફ ખેલાડીઓ સાથે તેમની તૈયારીઓ પર કામ કરી રહ્યા છે.

