Ahmedabad,તા.17
ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે કહ્યું કે તેમની ટીમ શુક્રવારે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સીઝનની સતત ત્રીજી જીત નોંધાવવા માટે તેના ઝડપી બોલરો પર આધાર રાખે છે.
ગુજરાતે પોતાની પહેલી બે મેચ હારી હતી, પરંતુ સતત બે જીત સાથે તેણે પોતાની લય મેળવી લીધી છે. ફિલિપ્સે ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, ” અમારી પાસે સારા ઝડપી બોલર છે અને કદાચ કેકેઆર પાસે સુનીલ નારાયણ અને વણ ચક્રવર્તી સાથે એક મજબૂત સ્પિનર છે.
“અનુકુલ રોય પણ સારું રમી રહ્યો છે. અમે સ્પિન બોલિંગ કરતાં ફાસ્ટ બોલરો પર વધુ આધાર રાખવા માંગીએ છીએ.

