Mumbai,તા.17
મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસમાં જાહેરાત કરી હતી કે તે ઈજાને કારણે નહીં રમે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
પંજાબ સામેની મેચ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થયો હતો. તે મેચમાં, હિટમેનને બીજી ઇનિંગ દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને રન-ચેઝની છઠ્ઠી ઓવર દરમિયાન તેને ઇનિંગ અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે રોહિતને પંજાબ સામે આરામ આપવામાં આવ્યો છે. હાલ તેની વાપસી અનિશ્ચિત છે.

