New Delhi,.તા.17
સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત સંબંધી વિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોતાની વાત રાખી ભાજપ પર પ્રહાર કરી કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અડધી વાતો રજુ કરે છે.
મહિલાઓને અનામત માટે ગત કોંગ્રેસ સરકાર દ્વારા માળખુ રજુ કરાયું હતું પણ એ વખતે તે પસાર નહોતું થઈ શકયું, ભાજપે મહિલા અનામતનો વિરોધ કર્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આ અનામત બિલનો ઉલ્લેખ કર્યો પણ હંમેશાની જેમ અડધી વાત જ બતાવી. તેમણે એ બતાવ્યું કે મહિલા અનામતના વિરોધ થયો હતો પણ એ ન બતાવ્યું કે વિરોધ કરવા વાળા કોણ હતા.
વિરોધ તો આપે (ભાજપ) જ કર્યો હતો. કેટલાક વર્ષો બાદ પી.વી.નરસિંહરાવની કોંગ્રેસે સરકારે આ બિલને પસાર કરાવી લાગુ કર્યો. આ કાયદાના કારણે 40 લાખ પંચાયત પ્રતિનિધિઓમાં આજે 15 લાખ મહિલાઓ લોકશાહીમાં ભાગીદારી કરી રહી છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે 2010માં મનમોહનસિંહની સરકારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે ફરીથી લોકસભા અને વિધાનસભાઓમાં વિધાનસભામાં મહિલાઓને અનામતનો પ્રયાસ કર્યો હતો.
રાજયસભામાં તેને પસાર પણ કરાવાયો પણ લોકસભામાં સામાન્ય બહુમતી નહોતી બની શકી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, 2018માં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો, જેમાં 2019 સુધીમાં મહિલા અનામત લાગુ કરવાની વાત કહી હતી.
પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે અહી વડાપ્રધાન રાહુલ ગાંધીની મજાક તો બનાવી લે છે, પરંતુ ઘરે જઈને તેમની વાતો ધ્યાનમાં લે છે, એનું પરિણામ છે કે આજે આપણે એ મહિલા અનામતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.
પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે એમાં કોઈ શંકા નથી કે કોંગ્રેસ મહિલા અનામત સાથે નિશ્ચિત પણે ઉભી છે પણ સચ્ચાઈ એ છે કે મહિલા અનામતનું જે વિધેયક સરકારે રજૂ કર્યું છે. એનાથી પુરી ચર્ચા બદલી ગઈ છે, તેમાં પુરી રીતે રાજનીતિ ઘોળાઈ ગઈ છે.

