Jasdan , તા.3
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ્દ હસ્તે રૂ. 347.04 લાખના ખર્ચે ’મુખ્યમંત્રી શહેર સડક યોજના’ અંતર્ગત જસદણ શહેરમાં ચિતલીયા રોડ વાઈડનીંગ કામનું લોકાર્પણ તથા રુ. 1.40 લાખના ખર્ચે રીસરફેસિંગ ઓફ જસદણ ખાનપર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વર, કારોબારી સમિતિના ચેરમેન કાજલબેન ધોળકિયા,બાંધકામ સમિતિના ચેરમેન મામલતદાર આઇ.જી.ઝાલા, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા તેમજ શહેરના વિવિધ ક્ષેત્રોના આગેવાનશ્રીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

