New Delhi, તા.28
શરાબ-નીતિ ગોટાળા કેસમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સ્વર્ણ કાન્તા શર્મા સામે જંગ શરૂ કરનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આ ન્યાયમૂર્તિ સામે તેનો જે કેસ ચાલનાર છે તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
તે જ રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ પણ જાહેર કર્યું છે કે તેઓ પણ જસ્ટીસ સ્વર્ણ કાંતાની કોર્ટમાં પોતે હાજર થશે નહીં કે વકીલને પણ હાજર રાખશે નહીં. મનીષ સીસોદીયાએ એ પણ મુદ્દો ઉઠાવ્યો છે કે જ્યારે ખુદ ન્યાયમૂર્તિના સંતાનોનું ભવિષ્ય સોલીસીટર જનરલ તુષાર મહેતાના હાથમાં હોય ત્યારે અમને ન્યાયની આશા રહેતી નથી અને અમારે સત્યાગ્રહ સિવાય કોઇ આશરો રહેતો નથી.
કેજરીવાલે પણ જાહેર કર્યું હતું કે અદાલત પ્રત્યે પુરું સન્માન છે અને જજ સામે કોઇ વ્યક્તિગત વાંધો નથી પરંતુ તેઓ જે જોડાણ ધરાવે છે તેના કારણે અમને ન્યાય મળવાની આશા નથી.

