Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: સાયબર ફ્રોડના સાત આરોપી ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Junagadh: સાયબર ફ્રોડના સાત આરોપી ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 16, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેંક ખાતા ભાડે રાખી છેતરપિંડી આચરતા પોલીસે ૪૨ ખાતામાંથી રૂા.૫૦ કરોડના વહેવારો ઝડપી પાડયા

    Junagadh, તા.૧૬

    અહીંના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા બેંક ખાતા ધારકો પાસેથી ખાતા ભાડે મેળવી લોકો સાથે સાયબર ફ્રોડ આચરતી ગેંગના ૨ અમદાવાદ ત્થા ૫ જૂનાગઢની વ્યકિતઓને ઝડપી પાડી પોલીસે ૪૨ ખાતામાં આચરાયેલ ૫૦ કરોડથી વધુ રકમનુ ફ્રોડ ઝડપી પાડયાનુ રેન્જ આઈ.જી.નિલેષ જાજડીયાએ આજે પત્રકારોને માહિતી આપેલ હતી. જેમાં ઝડપાયેલા આરોપીઓએ ૨૦૦ જેટલા બેંક ખાતાઓ ભાડે રાખેલ જે પૈકી ૮૨ ખાતાની વિગત મળેલ છે. જેમાંથી ૪૨ ખાતાની તપાસમાં રૂા.૫૦ કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ આચરાયેલ હોવાનુ જણાવેલ.

    જુનાગઢ રેન્જ આઈ.જી.નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે આજથી અલગભ એકાદ મહિના પહેલા રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.ને માહિતી મળી હતી કે જુનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં સાઈબર ફ્રોડ કરતી ગેંગ કાર્યરત થઈ છે. જે ગેંગ અલગ અલગ બેંકના ખાતા ધારકોના સંપર્ક કરી આખા ભારતમાં સાયબર ફ્રોડ કરી રહી છે. તેવા લોકો આ ખાતામાં નાણા જમા કરાવતા હોય અને આ ખાતાધારકોને પકડાયેલ ગેંગ કમિશન આપી ફ્રોડના નાણા આ ગેંગ ઉપાડી લેતી હતી. આ ગેંગના અમુક સભ્યો દ્વારા આંગડીયા અને અન્ય હવાલાથી અન્ય રાજ્યના શહેરોમાં આ ગેંગ નાણા મોકલતી હતી. જે બાબતના આધારે રેન્જ સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

    ત્યારે એક ખાતાધારકના ખાતાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના દ્વારા જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. અને આ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરતા આ સાયબર ફ્રોડનો મુખ્ય આરોપી મૂળ અમદાવાદનો છે. જેની પૂછપરછ કરતા અલગ અલગ બેંકના ૨૦૦ થી વધુ ખાતામાં છેતરપિંડી હાજરી હતી. હાલ સાયબર પોલીસ દ્વારા ૨૦૦ માંથી ૮૨ જેટલા ખાતાઓની વિગત મેળવી લેવામાં આવી છે. ત્યારે સાયબર પોલીસે ૮૨ ખાતાઓમાંથી ૪૨ બેંક ખાતાઓની તપાસ કરતા તેમાંથી ભારતભરમાં જે ૫૦ કરોડથી વધારેની રકમનું સાયબર ફ્રોડ થયાનુ સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેમજ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મળી કુલ ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    લોકોને ખાસ અપીલ છે કે લોકોએ આવા કોઈપણ ફ્રોડમાં આવવું નહી. અને કોઈપણ વ્યકિતને કોઈપણ ઈસમ દ્વારા કે કંપની દ્વારા રાષ્ટ્રીય કૃત બેંકમાં મળતા વળતરથી વધુ વળતરની લાલચ આપવામાં આવતી હોય ત્યારે તેને તાત્કાલીક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે હાલ પોલીસે બસો ખાતામાંથી ૪૨ ખાતા જે તપાસ પૂર્ણ કરી છે. જેમાંથી જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે લોકોએ વહેલી તકે સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, અને જો જે લોકોએ પોતાના ખાતા આ ગેંગને આપ્યા હોય લોકો સંપર્ક નહીં કરે તો તેવા લોકો પણ આ કામમાં સંડોવાયેલા છે તેવુ બની શકે છે. બેંક એકાઉન્ટ મેળવી નાણા ટ્રાન્સફર કરતી ગેંગ ઝડપાઇ લોકો પાસેથી બેંક ખાતા મેળવી ૫૦ કરોડથી વધુનુ ફ્રોડ કરનાર એક મહિલા સહિત આઠ આરોપીઓ ઝડપાયા, આઈજીએ કહ્યું રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી હોવાની શકયતાઓ, દેશભરમાં દિવસે અને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બેંકના ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાય છે. ત્યારે લોકોના એકાઉન્ટ ભાડેથી મેળવી ૫૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જુનાગઢ રેન્જ આઈજીની સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. જુનાગઢ ફાયબર ક્રાઈમ દ્વારા ૫૦ કરોડથી વધુની રકમ અલગ અલગ ખાતાઓમાંથી ટ્રાન્સફર કરનાર એક મહિલા સહિત જૂનાગઢના ૮ ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

    કેવી રીતે આગે આચરતી હતી છેતરપિંડી પકડાયેલ ગેંગ દ્વારા અલગ અલગ બેંકના ખાતા ધારકો પાસેથી એકાઉન્ટ ભાડે લેવામાં આવતા હતા. તેમજ ઘણા બેંક ધારકોના ખાતામાં અન્ય જગ્યાએથી રૂપિયા આવવાના છે તે રૂપિયા પરત મેળવી તેના બદલામાં તેને કમિશન આપતા હોવાનુ પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પકડાયેલ બે અમદાવાદના મુખ્ય આરોપીઓ જૂનાગઢના પાંચ આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂપિયા આપતા હોવાનુ પણ સામે આવ્યું છે. અને ત્યારબાદ ખાતામાં આવેલા રૂપિયા આંગડીયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાં મોકલતા હતા.

    અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકિયા, અમદાવાદ, સચિન ઉર્ફે ભૂલો ગોવિંદ વોરા,અમદાવાદ, આર્યન ઉર્ફે દાતાર મહેબુબ પઠાણ જુનાગઢ, સતીશ દેવરાજ કરમટા જૂનાગઢ, અબ્દુલ કરી હસન જેઠવા જુનાગઢ, આસીફ રહીમ બેલીમ, જુનાગઢ નયના ઈન્દ્રવન ટાંક જુનાગઢ.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ઠેબી ડેમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.