Junagadh, તા.16
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ પરત ખેંચવાની તારીખે જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે 100, નવ તાલુકા પંચાયતોની 154 બેઠકોમાં 491 ઉમેદવારો અને કેશોદ નગરપાલિકાની 36 બેઠકો માટે 93 ઉમેદવારો મેદાનમાં છે.
જિલ્લા પંચાયત જૂનાગઢની શીલ બેઠકમાં માત્ર બે જ ઉમેદવારો જ્યારે સાસણ બેઠકમાં સૌથી વધુ 6 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.ભેંસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 51, જૂનાગઢ તાલુકા પંચાયતની 18 બેઠકોમાં 56, કેશોદ તાલુકા પંચાયતની 18 બેઠકોમાં 58, માળીયા હાટિનામાં 20 બેઠકોમાં 60, માણાવદર તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 46, માંગરોળની 20 બેઠકોમાં 55, વંથલીની 16 બેઠકો માં 57 અને વિસાવદરની 18 બેઠકોમાં 59 ઉમેદવારો મેદાનમાં છે.
કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાં મોટા ભાગે ત્રિપાંખીયો જંગ ખેલાશે, વોર્ડ નં. 1-2-4-5-7માં 12 ઉમેદવારો, વોર્ડ નં. 3માં 7, વોર્ડ નં. 6માં 9, વોર્ડ નં. 8માં 8, વોર્ડ નં.9માં 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. બાંટવા વોર્ડ નં. 3ની પેટા ચૂંટણીમાં કોંગીનું ફોર્મ રદ થતાં ઉમેદવાર ભાજપના રાઠોડ પારસુબેન પોલાભાઇ બીનહરિફ થવા પામ્યા છે.
ફોર્મ પરત: જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઇકાલે બાલાગામ, કણઝાલ, ભેંસાણ, સાસણમાં 1-1 અપક્ષ ઉમેદવારો અને શીલમાં બે મળી કુલ 6 અપક્ષ ઉમેદવારોએ મેદાન છોડી દીધું છે.
તાલુકા પંચાયત:- જિલ્લાની 9 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કેશોદના સોંદરડાની બેઠક પરથી આપના ઉમેદવાર, માણેકવાડામાં અપક્ષ, જૂનાગઢના બિલખા-2, વિનગર અને પ્લાસવા બેઠક પર અપક્ષ ઉમેદવારોએ માળીયા હાટીના નળોદરની બેઠક પરથી કોંગીના મુમતાજબેન અમીનભાઇ દલ, માંગરોળની ઢેલાણા કોલેજ અને શેરખાજ-1 બેઠક પરથી અપક્ષ, મેંદરડાની સાસણ બેઠક પરથી અપક્ષ અને વિસાવદરના ભુમડી તથા મોટી મોણપરી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મળી કુલ 12 ફોર્મ પરત ખેંચાયા છે.
કેશોદનગર પાલિકામાં અપક્ષ, કોંગી મળી 5 ફોર્મ પરત, કેશોદ નગરપાલિકા વોર્ડ નં.9માં 9 ફોર્મ પરત ખેંચાયા છે. વોર્ડ નં.3માં આપના ત્રણ અને કોંગી મળી 5 ફોર્મ પરત, વોર્ડ નં. 8માં આપના એક-એક કોંગી મળી કુલ બે, વોર્ડ નં.9માં આપના 3 ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી જેથી રાજકારણ ગરમાયું છે.

