Junagadhતા. 14
જુનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ટીમની બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આગામી તા. ૧૨/૫/૨૦૨૬ થી ૧૭/૫/૨૦૨૬ દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય બજરંગદળ યુવાન શૌર્ય પ્રશિક્ષણ વર્ગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આગામી દિવસોમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ અને સૌરાષ્ટ્ર પ્રાંત શિબીર આયોજન કરવામાં આવેલ છે તે અંગે વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠક માં રણછોડભાઈ ભરવાડ, રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ગજેરા સાહેબ, કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી, સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ, જયસુખભાઇ બુટાણી, રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગદળ મહામંત્રી જગદિશભાઈ વડોદરીયા, પ્રાંત મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ રાણા, જુનાગઢ વિભાગ અધ્યક્ષ રાજુભાઇ રાઠોડ, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્યો પ્રમુખ કનુભાઇ દવે, ભાવનગર વિભાગ સંગઠન મંત્રી ભુપતભાઇ બારેયા, જુનાગઢ વિભાગ મંત્રી ગૌરવભાઇ સુખાનદિ, જિલ્લા પ્રમુખ પટોળીયાભાઇ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

