Junagadh, તા.8
માળીયા હાટીના ધરમપુર ગામે પાઇપલાઇન નાખવાના મુદ્દે ધીંગાણુ ખેલાતા 8ને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષ વિરુધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલ જૂનાગઢ મીરાનગરમાં રહેતા મુળ ધરમપુરના રહીશ કાનજીભાઇ બચુભાઇ રામની ફરિયાદ મુજબ 15 વર્ષ અગાઉ ગામની સીમમાં મનસુખ સગરના ખેતર પાસે સરકારી પડતર જગ્યામાં પાણીનો બોર કરેલ ત્યારબાદ મનસુખભાઇની જમીન પાંચ વર્ષ પહેલા કાત્રાસાના રામાજેસા ખેરે લીધેલ તેમણે પાણીના બોરના વીજ કનેકનશન બાબતે વાંધો લીધો હતો.
ગત સોમવારના પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ હતું જેનો ખાર રાખી કાત્રાસા ગામના રામા જસા ખેર, પીયુષ રામા, મહેશ ધીરુ, ધીરુ જશા, હરી જશા અને અજીત હરી ખેર નામના શખ્સોએ લોખંડના પાઇપ-પાવડા વડે હુમલો કરી કાનજીભાઇ તેમજ અશ્વિન નારણ વાળી, બાબુ હાજાભાઇ વાળી, નાથા મુથુભાઇ રામ, આશિષ હાજાભાઇ, નારણ પીઠા વાળાને ઇજા થતાં જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા. સામા પક્ષે આશિષ હાજા વાળા, અશ્ર્વિન નારણ વાળા અને કાનજી બચુ રામે પાઇપ, લાકડી વહે હુમલો કરી રામા જુસા ખેર, હરી જસાને ઇજા થવા પામી હતી. 9 સામે ગુનો નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બાંટવા રાજપુરપરામાં રહેતા ફરિયાદી નારણભાઇ બાપાભાઇ હેરમાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ભગવાનજીભાઇ ડોડીયા અને તેનો ભાઇ અશોક લખમણભાઇ ડોડીયા (રહે. બાંટવા, રાજપુતપરા)એ ગાડા માર્ગમાંથી આઇસર ટ્રક કાઢવા જતાં ગાડા માર્ગે બગડી જાય તેથી મોટું વાહન ચલાવવાની ના પાડતા આરોપી બંને ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ ભગવાનજી લખમણ ડોડીયાએ કુહાડી માથામાં અને હાથમાં મારી અને તેના ભાઇ અશોક લાખાએ સાહેદને ઢીકા પાટુનો માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.

