Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ
    લેખ

    14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મિત્તલ ખેતાણી

     “રક્ત એ એવી એક ભેટ છે જે પૈસાથી નથી ખરીદી શકાતી. જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તમે માત્ર લોહી નથી આપતા, તમે એક આશા, એક જીવન, અને એક પરિવારને ખુશી આપો છો.”

      રક્તદાન, મહાદાન

    દર વર્ષે 14 જૂનનાં રોજ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેઇનર કે જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (એબીઓ બ્લડ ગ્રુપ સીસ્ટમ)નાં શોધક છે. આ માટે તેમને 1930નાં વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા વર્ષ 2007 થી એમનાં જન્મ દિવસ (14 જૂન)ને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી. વિશ્વ રક્તદાતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગરૂત કરવાનો છે. લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ પામે છે. આ દિવસની ઉજવણીથી લોકોને સમજાવી શકાય છે કે રક્તદાન કેટલું જરૂરી છે.

    આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેનાં તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. 

    સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાનાં હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું હોતું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એવો હોય છે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી હોતું. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાનાં અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે. જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બૅન્કમાં જઈને રક્તદાન કરાતું હોય છે. આ સંજોગોમાં રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમ કે, કેટલીક વખત રક્તદાતા બિનસલામત સોય કે તેવા કોઈ કારણથી ચેપી રોગનો ભોગ બની શકે છે. જો કે હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.

    –મિત્તલ ખેતાણી(મો.9824221999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 13, 2026
    લેખ

    નવો ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન (ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવાઓ) નિયમો, 2026

    June 13, 2026
    લેખ

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે

    June 13, 2026
    ધાર્મિક

    ગીતામૃતમ્.. જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે

    June 12, 2026
    લેખ

    Iran દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા

    June 12, 2026
    લેખ

    પ્રશ્ન ઉપનિષદમાં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.