કરિશ્મા,ટેરેન્સ લુઇસ, ગીતા કપૂર ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં જજ, કોઇને પાપારાઝીને આવું કહેવું પડે તે કેટલા દુઃખની વાત છેઃ યૂઝર્સ
Mumbai તા.૩૦
સોસિયલ મીડિયા પર અનેક સેલેબલ્સના વીડિયો જોયા હશે કે જેમાં તેઓ પાપારાઝીને કહેતા હોય છે કે વીડિયો બનાવતી વખતે તેમના બોડીપાટ્ર્સને વધુ ઝુમ કરવામાં ના આવે. ઘણીવાર સેલેબલ્સ પાપારાઝીની અલગથી મુલાકાત લઈને તેમને વીડિયો તૈયાર કરતી વખતે ઝુમ ના કરવા કહેતા હોય છે. હવે સોસિયલ મીડિયા પર કરિશ્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ પણ રિએક્શન આપી રહ્યા છે.યૂઝર્સનું કહેવું છે કે કોઈકને આવું કહેવું પડી રહ્યું છે તે ખુબ જ દુઃખની વાત છે. કરિશ્મા કપૂર, ટેરેન્સ લુઈ સ અને ગીતા કપૂર ટૂંકસમયમાં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોની પાંચમી સીઝનમાં જજની ભૂમિકામાં નજરે પડશે. તમામ જજ સેટની બહાર પાપપારાજીને પોઝ આપી રહ્યા હતા. કરિશ્મા પણ પોઝ આપી રહી હતી. પોઝઆપીને કેમેરાની આંખ સામેથી દૂર થતાં પહેલાં કરિશ્માએ પાપારાઝીને વધુ ઝુમ ના કરવા ચેતવણી આપી હતી. કરિશ્માનો આ વીડિયો સોસિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે,’ કોઇક મહિલાને આવું કહેવું પડે છે તો આપણે વિચારવું પડશે કે આપણે કેટલા ખોટા રસ્તે જઈ રહ્યા છીએ.’ કરિશ્માની કારકિર્દીની વાત કરવામાં આવે તો ૯૦ના દાયકાની તે ખુબ સફળ અભિનેત્રી હતી. વર્ષ ૨૦૨૪માં કરિશ્મા નેટફિલક્સની ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળી હતી.

