Sydney,તા.31
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમે કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની આઈપીએલ નિવૃત્તિ બાદ તેના બદલામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર મોટો દાવ લગાવ્યો હતો.
નવી સીઝનની KKR ની પહેલી મેચમાં ગ્રીને બોલિંગ કરવાનો ઇનકાર કરતાં વિવાદ સર્જાયો છે. આ મુદ્દે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને KKR ફ્રેન્ચાઇઝ વચ્ચે વિવાદ થયો હોય તેવું લાગે છે.
હકીકતમાં, મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટથી થયેલા પરાજય પછી, કેપ્ટન અજિંક્ય રહાણેને પૂછવામાં આવ્યંન કે તેણે ગ્રીનને બોલીંગ કેમ ન આપી.રહાણેએ જવાબ આપ્યો, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછો.” ત્યારબાદ થી ઘણી અટકળો શરૂ થઈ, કારણ કે KKR એ મેગા ઓક્શનમાં 25.20 કરોડ ચૂકવીને ગ્રીનને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં ઉમેર્યો હતો.
બેટ્સમેન કે સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે, તે કદાચ આટલો મોંઘો ખેલાડી ન હોત. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ના પ્રવક્તાએ કહ્યું, “કેમરનને પીઠમાં ઈજા થઈ છે જેના કારણે તે થોડા સમય માટે બોલિંગ કરી શકશે નહીં. તે 10-12 દિવસ પછી બોલિંગ કરી શકશે અને KKR આ વાતથી સંપૂર્ણપણે વાકેફ છે.”

