Junagadhતા.18
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પોલીસ વધુ સક્રિય બની ચુકી છે રોજબરોજ વિદેશી દારૂ પકડવામાં આવી રહ્યો છે. જુનાગઢમાં એક દુકાન સહિત આઠ સ્થળોએથી નવની અટક કરવામાં આવી છે. કુલ 6.81 લાખનો દારૂ સહિત મુદામાલ કબ્જે કરાયો છે.
ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે એમજી રોડ પરની શ્રીજી સેલ્સ કોર્પોરેશનની દુકાનમાં ત્રાટકી 81 બોટલ સાથે ઈમરાન ગુલમહમદ પટણી અને જયદીપ સુરેશ અરવડાને દબોચી લીધા હતા બે મોબાઈલ સહિત કુલ 1,36,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ જથ્થો ભરત જોબનપુત્રા (સોડાવાળા)એ આપ્યો હતો.
એ ડીવીઝન પોલીસે વિશાલ ટાવર પાસેથી ભાવીન રજની કતકપરા, ફુલીયા હનુમાન રોડ પરથી સંજય મનસુખ સરવૈયા, સી ડીવીઝન પોલીસે આગાખાન સરકારી લાઈબ્રેરી પાસેથી આશીષ ધનજી ચાવડા મધુરમ ગેઈટ પાસેથી વાસુ રાજેશ સભાયા બી ડીવીઝન પોલીસે દોલતપરામાંથી દર્શન કાંતીલાલ ઘોડાસરા અને સંતોષ રોહીદાસ બિહારી, માંગરોળમાં નવી ગોદી પાસેથી કૈલાશ ધરમ મોતીવારસ, વંથલીના વાડલા ફાટક પાસેથી રોહીત મનુ રાઠોડ, માણાવદરમાં જેલ રોડ પરથી ધનરાજ દુર્લભ પરમાર કેશોદમાંથી કરેણીના ગોતમ કનુ મકકાને દબોચી લીધા હતા.
માળીયા હાટીના ચોરવાડના ગડુ રોડ પર ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી કારને રોકી ચેક કરતા 502 બોટલ વિદેશી દારૂ સાથે ડારીના જશપાલ ઉર્ફે જગો બાંભણીયા, વેરાવળના રવિન્દ્ર પરમાર અને ભુપસીંગ જાટને દબોચી લીધા હતા. કાર આઠ મોબાઈલ સહિત રૂા.5.23 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે વેરાવળનો ચંદ્રેશ સીંધી ભાગી છુટયો હતો. ચોરવાડ પોલીસ સબ ઈન્સ. એસ.આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

