Junagadh, તા.20
હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે જુનાગઢ અને જિલ્લાની પોલીસને રેન્જ નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક સુબોધ ઓડેદરાએ દારૂના ધંધાર્થીઓ પર તુટી પડવા આદેશ કરતાં મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના માર્ગદર્શન નીચે બિલખા પોલીસ ઇન્સ. એમ.એન. ચુડાસમા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
ત્યારે મળેલી બાતમીના આધારે બિલખા સીમમાં જગુભાઇ ભોજકની સરકારી જમીનના વોંકળામાં જાખળામાં વિદેશી દારુ બુટલેગર કૌશીક હમીર વાળા, ભગીરથ અમરુ મોથા અને અજય હમીર વાળાઓએ ભારેલ હોય જ્યાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની 213 બોટલ રૂા.1,27,800 ચપટા નંગર 3140, રૂા.4,48,400 મળી કુલ 5,72,040નો દારૂનો પકડી લીધો હતો.
કૌશીક હમીર વાળા, ભગીરથ અમરુ મોથા અને અજય હમીર વાળા (રહે. બીલખા)વાળા સામે ગુનો દાખલ કરી આ જથ્થો કોણે ક્યાંથી મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
માંગરોળ પાસેથી દારૂ જપ્ત
જૂનાગઢના માંગરોળથી 15 કિ.મી. દૂર વિરપુર ગામના ખારી વીણના નાલા પાસે માંગરોળ પોલીસે ગત સાંજે 6ના સુમારે આરોપીઓ જગદીશ હીરાગચ્ચર (ઉ.વ. 22, રહે. વીરપુર) અને પરેશ કોડીયાતર (રહે. બોરવાવ, તાલાલા)ના કબજામાંથી 25 બોટલ ઇંગ્લીશ દારૂ કિંમત રૂા.13,560 સાથે બંનેને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આ જથ્થો ક્યાંથી કોની પાસેથી આવ્યો? કોણ આપી ગયું વગેરે તપાસ માંગરોળ પોલીસે હાથ ધરી છે.

