New Delhi,તા.02
ઈરાન યુદ્ધના કારણે જે રીતે ક્રુડતેલની સાથે ગેસ સપ્લાય પણ ખોરવાઈ છે. તેના કારણે દેશમાં ઔદ્યોગીક સહિતના ગેસનું વેચાણ પણ વધ્યુ છે. મે માસમાં એલપીજી વેચાણ 24% ઘટયુ છે.
જો કે રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ વેચાણ 4.8% અને ડિઝલ વેચાણ 6.4% વધ્યુ છે. જયારે વિમાની ઈંધણ એવીએશન ટર્બાઈન ફયુલનું વેચાણ 1.8% વધ્યુ છે. દેશમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો પુરવઠો પુરો પાડવામાં સરકારી ઓઈલ કંપનીઓનો ફાળો 90% છે. જો કે હજુ ઔદ્યોગીક ગેસનો વપરાશ કેટલો ઘટયો તેના આંકડા જાહેર થયા નથી.
આ ઘટાડાનો ટ્રેન્ડ એપ્રિલમાં પણ હતો. જયારે એલપીજી વેચાણ 16% (વાર્ષિક ધોરણે) ઘટયું હતું. જો કે ઔદ્યોગીક ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે કે એલપીજીનો ઉપયોગ કરતા મોટા ધંધાર્થી તથા ફેકટરીમાં એ વિકલ્પમાં ડિઝલનો ઉપયોગ વધાર્યો છે જેના કારણે ડિઝલ વેચાણ વધ્યુ છે અને એલપીજી ઉપલબ્ધતા ઓછી હોવાથી તેનો વપરાશ ઘટયો છે.

