Surendranagar,તા.07
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા મહાકાળી આશ્રમના ૧૩૩ વર્ષના પૂ. દયાનંદગીરી બાપુ તા. ૨૩મી મેએ બ્રહ્મલીન થયા હતા. ત્યારે આજે શનિવારે આશ્રમમાં સોડષી ભંડારો તેમજ દયાનંદગીરી બાપુના ઉત્તરાધિકારી મહંત અમરગીરીજી બાપુની ચાદર વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સવારે ૮ કલાકે સમાધી પૂજન, ૯ વાગ્યે ચાદર વિધિ, બપોરે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી કાર્યક્રમમાં યોજાશે. તેમજ શુક્રવારે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.