Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ
    અન્ય રાજ્યો

    Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.02

    મહારાષ્ટ્રમમાં મહાયુતિએ સરકાર તો બનાવી લીધી પરંતુ, એવું લાગી રહ્યું છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલો કથિત આંતરિક વિવાદ કેબિનેટ વિસ્તાર બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતાં, પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ પોતાનું પદ નથી સંભાળ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, આ મંત્રીઓ પોતાનું મનગમતું મંત્રાલય ન મળવાના કારણે નારાજ છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, નારાજ મંત્રી પોતાના વિભાગ પર ધ્યાન આપવાની બદલે નવા વર્ષની ઉજવણી માટે નીકળી ગયાં છે. 

    20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાંથી મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેવાળી શિવસેના અને અજિત પવારવાળી એનસીપી)માં આંતરિક વિવાદની વાત કહેવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૌથી પહેલાં બેઠકની વહેંચણીને લઈને નારાજગી સામે આવી હતી. ત્યારબાદ જ્યારે અપેક્ષા કરતાં સારા પરિણામ આવી ગયા તો સરકાર રચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર મુખ્યમંત્રીના રૂપે શપથ લીધા હતાં. જોકે, ગત મુખ્યમંત્રી એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. વળી, અજિત પવાર ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં.

    મુખ્યમંત્રી અને મંત્રાલયોને લઈને તણાવ

    લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યને મુખ્યમંત્રી મળી ગયાં, જોકે વાત ફક્ત અહીં ખતમ ન થઈ. બાદમાં મંત્રાલયોને લઈને ગઠબંધનની પાર્ટીઓમાં તણાવ જોવા મળ્યો. ત્રણેય પાર્ટીઓ પોતપોતાની પસંદના મંત્રાલય ઈચ્છતી હતી. જેને લઈને ભાજપ હાઇકમાન્ડ સાથે અજિત પવાર અને એકનાથ શિંદેની દિલ્હીમાં ઘણી બેઠકો પણ જોવા મળી. લાંબી રસાકસી અને તણાવ બાદ આખરે સરકાર બન્યાના 20 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને 39 મંત્રીઓએ શપથ લીધા હતાં. તેમાંથી મોટાભાગના નેતાઓએ તો પોતાનું પદ પણ ગ્રહણ કરી લીધું છે. પરંતુ, 9 મંત્રીઓ હજુ પણ એવા છે જેણે શપથ તો લીધા પરંતુ કાર્યભાર સંભાળ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક મંત્રી પોતાની પસંદનો વિભાગ ન મળતા નારાજ છે. 

    અજિત પવારે કર્યો સ્વીકાર

    રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ મંત્રી પદના શપથ લેનાર નેતાઓમાં નારાજગીની પુષ્ટિ  કરી છે. એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, અમુક સભ્ય સ્વાભાવિક રૂપે ખુશ નથી. અજિત પવારનું આ નિવેદન મંત્રીઓના બે વિભાગમાં વહેંચાયા બાદ આવ્યું હતું. એવામાં હવે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર મજબૂતી સાથે જીતીને તો આવી પરંતુ સરકાર અંદરથી મજબૂત નથી દેખાતી.

    વિપક્ષના પ્રહાર

    પરિણામ આવ્યા બાદથી શરૂ થયેલા મહાયુતિના કથિત આંતરિક વિવાદ પર વિપક્ષે શરૂઆતથી પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું. મંત્રીઓના પદ ન સંભાળવાને લઈને એનસીપી (શરદ પવાર) પ્રવક્તા મહેશ તાપસેએ સરકાર પર નિશાનો સાધતા કહ્યું, ‘વર્તમાન સરકારના મંત્રીઓને ખબર છે કે, સરકાર પાસે હવે આર્થિક નિયોજન અને સરકાર ચલાવવા માટે જે પ્લાનિંગ હોય છે, તે નથી. તેથી અમુક મંત્રીઓ આરામથી બેઠા છે.’

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં 20 નવેમ્બરે પહેલાં તબક્કામાં આખા રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 66.05 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પરિણામમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) એ 288 સભ્યવાળી વિધાનસભામાં 235 બેઠકો સાથે જીત હાંસલ કરી હતી. જોકે, વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન (કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે શિવસેના અને શરદ પવારની એનસીપી)ની કોઈપણ પાર્ટી વિપક્ષ નેતાના પદ માટે આવશ્યક બેઠકો પણ નથી જીતી શક્યાં, જે છ દાયકામાં પહેલીવાર જોવા મળ્યું છે. 

    Ajit Pawar Devendra Fadnavis Eknath Shinde Mahabharata
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Amravati: તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    અન્ય રાજ્યો

    પીરિયડ લીવ કોઈ વિશેષ અધિકાર કે એહસાન નથી, પરંતુ મહિલાઓનો અધિકાર છે: Karnataka High Court

    April 16, 2026
    વ્યાપાર

    Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    April 15, 2026
    વ્યાપાર

    કેરએજ-ESG દ્વારા ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩ ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.