Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 28 એપ્રિલનું પંચાંગ
    • 28 એપ્રિલનું રાશિફળ
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
    • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»NA કૌભાંડ બાદ કલેક્ટર કચેરીમાં મોટા ફેરફાર, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
    સૌરાષ્ટ્ર

    NA કૌભાંડ બાદ કલેક્ટર કચેરીમાં મોટા ફેરફાર, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar, તા.6
    જમીન NA કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા કલેક્ટર કચેરીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષોથી કલેક્ટરના ઙઅ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઝાલાની તાત્કાલિક અસરથી મૂળી ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે જ કારકુન મયુરસિંહ ગોહિલને પણ ધ્રાંગધ્રા ખસેડાયા છે અને નવા પીએની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

    નવા ઇન્ચાર્જ કલેક્ટર કે.એસ. યાજ્ઞિક માટે હવે નવા પીએની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરાઈ છે.બીજી તરફ, આ કૌભાંડમાં હવે ઇડીનો પ્રવેશ થતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચિટનિસ મયુર દવે અને અધિક કલેક્ટર આર.કે. ઓજા પર ધરપકડની તલવાર લટકી રહી છે. ચર્ચા છે કે મયુર દવેએ પોતાની અપ્રમાણસર સંપત્તિ સગેવગે કરવાની પેરવી પણ શરૂ કરી દીધી છે.

    ગુજરાતના બહુચર્ચિત સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સકંજો કસવામાં આવતા વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    આ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદારની ધરપકડ બાદ હવે તંત્ર દ્વારા બદલીઓના આદેશો છૂટ્યા છે.

    આ કૌભાંડની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બદલીઓ કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ ના અંગત સચિવ (પીએ) જયરાજસિંહ ઝાલાની મુળી  ખાતે બદલી કરી દેવામાં આવી છે. ઉપરાંત કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ  ની પણ ધ્રાંગધ્રા  ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ તપાસમાં ખુલેલી લાંચની ટકાવારી હોવાનું મનાઈ રહ્યું છે.

    લાંચની ટકાવારીનો ખેલ!
    દરમિયાન એવું બહાર આવ્યું છે કે જમીન બિનખેતી (એનએ) કરવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં લાંચના નાણાંની વહેંચણી વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ કલેક્ટરના પીએને કુલ લાંચની રકમના 5 ટકા હિસ્સો પહોંચાડવામાં આવતો હતો. તેવી જ રીતે, ક્લાર્ક મયુરસિંહ ગોહિલને પણ અમુક ટકાવારી મુજબ લાંચની રકમ મળતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હકીકતો સામે આવ્યા બાદ મહેસૂલ વિભાગમાં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થયું છે.

    કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે.

    સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઇડી)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દિલ્હી ઈડીના અધિકારીઓ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ માટે દિલ્હી લઈ જાય તેવી શકયતાઓ છે

    જયારે ઈડીની બે ટીમો સુરેન્દ્રનગરમાં હાલ તપાસ કરી રહી છે, જેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા સહિત સાત જણાને તપાસ માટે સમન્સ પાઠવવામાં આવનાર છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, લાંચનો 50 ટકા હિસ્સો કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલને મળતો હતો.

    અને તમામ હિસાબ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો. જેથી ઈડીના અધિકારીઓ દ્વારા પીએ જયરાજસિંહ ઝાલાનું નિવેદન લઈને કલેકટરના નાણાં કેવી રીતે આપવામાં આવતા હતા અને કયાં કયાં રોકાણ કરતા તે મુદ્દે તપાસ ચાલુ કરી છે.

    સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ

    ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે.

    અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.

    જમીન એનએ આયોજનબદ્ધ રીતે કૌભાંડ ચલાવવામાં આવ્યું

    જેમાં કલેકટર મુખ્ય ભૂમિકા છે તે જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. દિલ્હી ઈડીની ટીમો સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તપાસ કરી રહ્યા છે.

    સરકારી બંગલો ખાલી થવાના દ્રશ્યો જોવા લોકો એકત્ર થયા

    ડો. રાજેન્દ્ર પટેલએ સરકારી બંગલો ખાલી કર્યો જમીન કૌભાંડ મામલે તપાસ વધુ ગંભીર બનતાં કલેકટરને પાંચ દિવસના રીમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ તમામ ઘટનાક્રમ બાદ હવે તત્કાલિન કલેકટરનો સરકારી બંગલો ખાલી કરાવવામાં આવ્યો છે. સરકારી નિવાસસ્થાનમાંથી ટ્રક ભરીને તેમનો સમગ્ર ઘરવખરીનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. સરકારી બંગલો ખાલી થવાના દ્રશ્યો જોવા લોકો એકત્ર થયા હતા.

    અને સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને પ્રશાસન અને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.રાજેન્દ્રકુમાર પટેલ સસ્પેન્ડ1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે. આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના સરકારી બંગલામાંથી જ ધરપકડ કરી હતી.

    Surendaranagar Surendaranagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026

    પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી

    April 27, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.