Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDOની સતામાં મોટો વધારો
    ગુજરાત

    સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDOની સતામાં મોટો વધારો

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.28
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

    આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે.

    આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે.

    મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાંઃ
    રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરશ્રીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે.
    કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે.
    (સરકારી કર્મચારી/વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
    સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે.
    વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરાઈ છે.
    સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓઃ સત્તામર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 15 લાખ સુધી વધારવામાં આવી છે.
    આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં
    વ્યક્તિગત રહેઠાણઃ સત્તામર્યાદા રૂ. 20,000 થી વધારીને રૂ. 1,00,000 કરવામાં આવી છે.
    સહકારી ગૃહ નિર્માણ મંડળીઓઃ સત્તામર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરાઈ છે.
    દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડઃ સત્તામર્યાદા રૂ. 20,000 થી વધારીને રૂ. 1,00,000 કરાઈ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. વધુમાં આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકારી જમીની ફાળવણી વધુ ઝડપથી થશે તથા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. અને તેના કારણોસર સરકારી જમીનની કબજાકિંમત/પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.

    સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને ડી.ડી.ઓ. પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગોને જિલ્લા કક્ષાએથી જ ફોલો-અપ લેવું વધુ સરળ બનશે.  રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણી માટે કલેક્ટરે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછી કબ્જાકિંમત/પ્રીમિયમ 90 દિવસ સુધીમાં ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને મળવાથી કામનું પુનરાવર્તન ઘટશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે
    Next Article Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    રાષ્ટ્રીય

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026
    અમરેલી

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    રાષ્ટ્રીય

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.