Ahmedabad, તા.28
મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે.
ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06ઃ15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 06ઃ23 વાગ્યે પહોંચશે અને 06ઃ25 વાગ્યે પ્રસ્થાન કરીને, રાજકોટ 09.31 વાગ્યે પહોંચશે અને 09.36 વાગ્યે પ્રસ્થાન કરશે, 13ઃ20 વાગ્યે ઓખા પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી 16ઃ45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન 19.44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 19.49 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 22ઃ40 વાગ્યે પહોંચશે અને 22ઃ42 વાગ્યે પ્રસ્થાન કરીને 23ઃ10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 15 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઑગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધી વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને

